પેરિસની ગોરીને ઈન્ડિય છોરા સાથે થઈ ગયો પ્રેમ, જુઓ ગામડાંની સુંદર તસવીરો

ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે, જેને દુનિયામાં દરેક લોકો પસંદ કરે છે. આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રસિદ્ધ છે. ભારતીય ભૂમિ એક નહીં પણ અલગ-અલગ પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે. ભારત આખી દુનિયામાં પોતાની જૂની સભ્યતાવાળો દેશ તરીકે ઓળખાય છે આજે ઘણા વિદેશી ભારતીય સંસ્કૃતિથી આકર્ષિત થઈ તેને અપનાવી રહ્યા છે. ત્યારે અમે તમને એક પેરિસની છોકરી વિશે જણાવીએ. જે ભારતના પ્રવાસે આવી અને અહીં એક યુવક સાથે લગ્ન કરીને પોતાની જિંદગી જીવી રહી છે.

આજે અમે તમને અનોખી લવ સ્ટોરી વિશે જણાવીએ રહ્યા છીએ. ભારત ફરવા આવેલી પેરિસની એક છોકરીને ટુરિસ્ટ ગાઇડ સાથે પ્રેમ થયો અને તે ફ્રાન્સ છોડીને ભારતમાં જ વસી ગઈ છે. અત્યારે તે એક ભારતીય મહિલાની જેમ પોતાનો પરિવાર સંભાળી રહી છે. તો અમે તમને જણાવીએ આખી પ્રેમ કહાની.

આજથી સાત વર્ષ પહેલાં ફ્રાન્સના પેરિસ શહેરમાં રહેતી એક મેરી નામની એક છોકરી ભારતના પ્રવાસે આવી હતી. 33 વર્ષની મેરીએ ભારત ભ્રમણ કરવા માટે એક ગાઈડ રાખ્યો હતો, પણ ભારત ભ્રમણ દરમિયાન જ તેને ગાઈડ સાથે પ્રેમ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, મેરી ્ત્યારે મધ્યપ્રદેશના માંડૂ નામની એક જગ્યા પર પોતાનું જીવન જીવી રહી છે. મેરી આજે પણ જેવું તેવું હિન્દી બોલે છે. પણ તેણે સંપૂર્ણ રીતે ભારતીય કલ્ચર અપનાવી લીધો છે. મારી હવે મોટાભાગે સલવાર સૂટ અને સાડી પહેરે છે.

દરેક ભારતીય તહેવારો વિધિ-વિધાનથી ઊજવે છે અને પોતાના પરિવારને પણ સંભાળે છે. તેના ઘરવાળા માટે ખુદ મારી જમવાનું બનાવે છે. મેરીએ જણાવ્યું કે, તે ભારતીય પરંપરા મુજબ જ તહેવારમાં સાડી પહેરે છે જે તેમની ખૂબ જ પસંદ છે. ઉલ્લેખનીય છે કે, મેરી ટીચર પણ છે. તેમના પિતા ડૉક્ટર અને મા પણ ટીચર છે. મારી આજે પણ ફ્રાન્સના બાળકોને ઓનલાઇન ક્લાસ કરાવે છે. એટલું જ નહીં જરૂર પડ્યે તે નોટ્સ પણ મેઇલ કરે છે.

ઉલ્લેખનીય છે કે, મારી હવે બે બાળકોની મા બની ગઈ છે. તેમનો મોટો દીકરો કાશી 5 વર્ષનો છે અને તેમનો બીજો દીકરો 3 વર્ષનો છે. તો મેરીએ અત્યારે માંડૂમાં પોતાનું ઘર બનાવ્યું છે. મારી અને ધીરજો પ્રેમ જોઈને એક વાત સ્પષ્ટ છે કે, પ્રેમ અંગે જે વાત કહેવામાં આવે છે કે પ્રેમ સાચો હોય તો તેને કોઈ સીમાડા નડતાં નથી.