14 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે શાહરુખની પત્ની ગૌરીનો બંગલો, સ્વર્ગથી સહેજ પણ ઉતરતો નથી આ મહેલ…

મુંબઈ: શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તે એક ઈન્ટીરિયર ડિઝાઈનર પણ છે. ગુરુવારે તેણે પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો. જે મોકા પર તેની વૈભવી લાઈફ સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યા છે. તેની પાસે મુંબઈ જ નહીં દુબઈમાં પણ ઘર છે. તેનો બંગલો મન્નત તો સૌ કોઈનું દિલ જીતી લે છે. એવામાં તેના દુબઈના વિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

ગૌરી ખાનના દુબઈમાં આવેલા ઘરનું નામ સિગ્નેચર છે. જે કોઈ જન્નતથી કમ નથી. મીડિયાનું માનીએ તો દુબઈના પામ જુમૈરાહમાં આવેલા આ ખૂબસૂરત વિલાની કિંમત 200 કરોડ છે.

આ વિલા 8,500 સ્કવેર ફિટમાં ફેલાયેલું છે. આ આખો પ્લોટ 14 હજાર સ્કવેર ફિટમાં બનેલો છે. સમુદ્ર તટ પર સ્થિત આ એક આર્ટિફીશિયલ ટાપુ છે.

જણાવવામાં આવે છે કે આ વિલા સપ્ટેમ્બર 2007માં દુબઈના એક પ્રૉપર્ટી ડેવલોપરે તેમને ભેટમાં આપ્યો હતો. આ શાનદાર વિલામાં 6 ખૂબસૂરત બેડરૂમ અને 2 રિમોટ કંટ્રોલ ગેરેજ બનેલા છે.

આ વિલામાં બેહદ ખૂબસૂરત પુલ અને પ્રાઈવેટ બીચ પણ છે. જ્યાં સમુદ્ર કિનારે રમાતી રમતોનો આનંદ લઈ શકાય છે. આ વિલાનું ઈન્ટીરિયર ખુદ શાહરુખની પત્ની ગૌરીએ ડિઝાઈન કર્યું છે.

વર્ષ 2016માં એક ઈન્ટરવ્યૂમાં ગૌરીએ આ વિલા મામલે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમના દુબઈ વાળા વિલાથી ખૂબ જ ખૂબસૂરત નજારો જોવા મળે છે. જે તેને ખૂબ જ પસંદ છે. તેણે કહ્યું હતું કે, અમને દુબઈ જવું ખૂબ જ પસંદ છે, અમે ઘણીવાર ત્યાં જતા હોઈએ છે. શાહરુખના આ ઘરમાં ફરાહ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યરનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.