અહીં આદિવાસીઓએ જૂની રીતો અપનાવીને આ રીતે કોરોનાને આપી છે માત

રાંચી: કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યાર સુધી કોઈ દવા નથી બની શકી. જો કે, તેનાથી બચવાના ઉપાયો જરૂર છે. ઝારખંડના આદિવાસીઓ પરંપરાગત રીતે કોરોનાથી પોતાના બચાવી રહ્યા છે. અહીંના રાનાબુરુ ગામમાં રહેતા આદિવાસીઓ જૂની રીતો અપનાવીને કોરોનાને પોતાની પાસે નથી આવવા દઈ રહ્યા. માત્ર રાનાબુરુ જ નહીં, અહીંના અનેક ગામમાં આવું જોવા મળી રહ્યું છે.

મહેમાનોને પીવડાવવામાં આવે છે હળદરવાળું પાણી
અહીં સૌને ખબર છે કે હળદર વાળુ દૂધ અથવા તો પાણી પીવાથી સંક્રમણ સામે લડવાની તાકાત મળે છે. શરદી ખાંસી થાય તો તેનાથી આરામ મળે છે. કોરોનાનું સંક્રમણ પણ શરદી ખાંસી વાળા લોકો પર જલ્દી અસર કરે છે. જેનાથી આનંદપુર બ્લૉકના રાનાબુરુના આદિવાસીઓ અહીં આવતા મહેમાનોનું સ્વાગત હળદરવાળું પાણી પીવડાવીને કરે છે. લગભગ 500ની વસતી વાળા આ ગામમાં ઘરે આવતા દરેક મહેમાનને કાંસા કે પીત્તળના લોટામાં આ પાણી આપવામાં આવે છે. કાંસું કે પીત્તળ પાણીને શુદ્ધ કરે છે.

ઘરની બહાર લટકાવે છે લીમડાના પાન
આદિવાસીઓએ પોતાના ઘરની બહાર લીમડાના પાન લટકાવી રાખ્યા છે. લીમડો કેટલો ગુણકારી હોય છે, તે જાહેર છે. તે સંક્રમણને રોકે છે. આદિવાસીઓ તેના પાન પણ ચાવી રહ્યા છે. જેનાથી તેમને બીમારી સામે લડવાની તાકાત મળે છે. ગામના લોકો રાત્રે ખાટલા પર સુએ છે. પરંતુ એનું પુરું ધ્યાન રાખે છે કે તે એકબીજાથી દૂર હોય. મતલબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે ગામમાં તમે જોયું હશે કે ખાટલા દૂર જ બિછાવવામાં આવે છે. આદિવાસીઓ માઈલો દૂર આવેલા હાટ બજારમાં ખરીદી કરવા જાય છે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે.