પત્નીના એક બે નહીં પણ 14-14 પુરુષો સાથે હતાં આડા સંબંધો પતિને ખબર પડી ત્યારે…

કોલકાતા: આમ તો પતિ પત્ની અને ‘વો’ સાથે જોડાયેલી દરેક ઘટના આશ્ચર્યજનક હોય છે, પરંતુ આ એકદમ અજીબ પ્રકારનો કેસ છે. એક બિઝનેસમેનની પત્નીના એક-બે નહીં, પરંતુ 14 પુરુષો સાથે આડા સંબંધો હતા. પતિના સામે પત્ની સતિ સાવિત્રીની જેમ રહેતી હતી. પરંતુ પતિ પણ માથાનો હતો. તેણે પોતાના ડ્રાઈવરને જાસૂસ બનાવીને પત્નીની પાછળ છોડી દીધો અને આ રીતે પત્નીની પ્રેમ લીલાઓ સામે આવી.

હવે પતિએ તમામ પ્રેમીઓને કાનૂની નોટિસ મોકલીને તેમના હોશ ઉડાવી દીધા છે. આ મામલો કોલકાતાનો છે. પતિએ હજાર-બે હજાર નહીં પરંતુ તમામ પ્રેમીઓને કહ્યું છે કે તેઓ 100 કરોડ રૂપિયા ચૂકવે. કારણ કે તેઓ માનસિક રીતે હેરાન થયા છે. સામાજિક છબી ખરાબ થઈ છે. પત્નીના પ્રેમીઓને એ સમજમાં નથી આવી રહ્યું કે હવે આમાંથી કેમ નીકળે.

નોટિસમાં આવું કાંઈક લખ્યું: શહેરના વેપારીના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. તેની પત્નીથી તેને કોઈ ફરિયાદ નહોતી. એક દિવસ તેને શંકા ગઈ તો ડ્રાઈવરને જાસૂસ બનાવીને પાછળ લગાવ્યો. ડ્રાઈવરે અનેક દિવસો સુધી મેમ સાહેબની જાસૂસી કરી. જ્યારે તેણે સાહેબને મેમ સાહેબની પ્રેમ લીલાઓ વિશે પુરાવાઓ સાથે જણાવ્યું , તો તેનું દિમાગ ફરી ગયું

બિઝનેસમેને કોઈ લડાઈ-ઝઘડો કર્યા વગર પોતાના બિઝનેસ માઈન્ડનો ઉપયોગ કર્યો. તેણે પોતાના વકીલના માધ્યમથી તમામ 14 પ્રેમીઓને માનહાનિની નોટિસ પહોંચાડી દીધી. જેમાં લખવામાં આવ્યું કે, જ્યારે તેને પત્ની અને તેમના શારીરિક સંબંધોના વિશે ખબર પડી ત્યારે તેને માનસિક અને સામાજિક હાનિ થઈ. તેઓ ગુપ્ત રીતે તેની પત્નીના સંપર્કમાં હતા.

બિઝનેસમેને લખ્યું કે તેમાંથી મોટાભાગના લોકો તેમને જાણે છે. આ આડા સંબંધોથી તેમનું દામ્પત્ય જીવન વિખેરાઈ ગયું. તે તકલીફમાં જીવી રહ્યા છે. તેમની સામાજિક પ્રતિષ્ઠા પર અસર થઈ છે. આ માટે માનહાનિ તરીકે તેમના સૌ પાસેથી 100 કરોડની ક્ષતિપૂર્તિ ઈચ્છે છે. જો તેમને આ પૈસા નહીં આપવામાં આવે, તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.