પત્નીએ નવો ફોન શું માગ્યો પતિ લટકી ગયો ફાંસીએ, પછી જે થયું એ કલ્પના બહારનું હતું

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક સામાન્ય વાતમાં આખો પરિવાર વિંખાઇ ગયાની ઘટના સામે આવી છે. જગદીશપુરા વિસ્તારમાં મોંઘો મોબાઇલ ના અપાવતાં પત્નીનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે, પતિએ ગળેફાંસો ખાઈ લીધે. આ પછી પત્નીએ પણ તેના હાથની નસ કાપીને ખુદનો જીવ આપી દીધો હતો. આ ઘટનાની જાણ જ્યારે ઘરના લોકોને થઈ ત્યારે બંનેનો જીવ જતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દંપત્તીને 13 મહિનાની એક દીકરી છે. પરિવારના લોકોએ બંનેના શબના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કર્યા છે.

જગદીશપુરાના રાહુલનગર નિવાસી આકાશ કોટક મહિન્દ્રા કંપનીમાં જોબ કરતો હતો. તેના 6 માર્ચ 2018માં ટ્રાન્સ યમુનાની રહેવાસી આરતી સિંહ સાથે લગ્ન થયા હતાં. લગ્ન સમયે આરતી માત્ર 12માં ધોરણમાં ભણતી હતી. તેણે પતિ સામે આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી તો આકાશે તેની વાતનું માન રાખ્યું અને આગ્રા-દિલ્હી હાઇવે સ્થિત એક કોલેજમાં તેનું એડમિશન કરાવી લીધું હતું. કોલેજમાં ડ્રેસ કોડ પેન્ટ અને શર્ટ હતું. પણ સાસરીમાં તેનો વિરોધ કરવામાં આવતો હતો. આકાશે કોલેજમાં વાતચીત કરીને પત્નીને સૂટ-સલવારમાં મોકલવાનું શરૂ કરી દીધું હતું. તે કોલેજ પહોંચીને પેન્ટ-શર્ટ પહેરી લેતી હતી.

છ મહિનામાં પહેલાં આરતીએ એક કોલ સેન્ટરમાં જોબ પણ શરૂ કરી હતી. 5 દિવસ પહેલાં તેમનો એન્ડ્રોઇડ મોબાઇલ ખોવાઈ ગયો હતો. જ્યારે તેમને પોતાના પતિ આકાશ પાસે નવો મોબાઇલ માંગ્યો તો આકાશે તેની વાત અવગણી હતી. આ પછી સતત પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

રવિવારે આરતીએ નવા મોબાઇલ માટે જીદ કરી હતી. આકાશે તેને ખૂબ જ જલદી મોબાઇલ અપાવવાનો વાયદો કર્યો હતો. પણ બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે, પતિ આકાશે સાડી સાથે લટકીને પોતાનો જીવ આપી દીધો હતો. જ્યારે આરતીએ તેનો શબ જોયો તો તેણે પણ પોતાના હાથની નસ કાપી લીધી હતી. જ્યાં સુધી પરિજનોને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધી પતિ-પત્નીનું મોત થઈ ગયું હતું. પરિજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતાં.

લગભગ સાડા ત્રણ વર્ષના આકાશ અને આરતીના દાંપત્ય જીવનમાં તેમની 13 મહિનાની દીકરી ખુશીએ એકબીજાને બાંધી રાખ્યા હતાં. હવે 13 મહિનાની માસૂમ અનાથ થઈ ગઈ છે. પરિવારવાળા તેની સારસંભાળ રાખી રહ્યા છે. બંનેના શબ એક જ ચિતા પર રાખવામાં આવ્યા અને સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

જગદીશપુરા પ્રભારી રાજેશ કુમાર પાંડેએ જણાવ્યું કે, પિતા-પત્નીમાં વિવાદને લીધે જ્યાં પતિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તો પત્નીએ પણ તેના હાથની નસ કાપી જીવ આપી દીધો છે. બંનેના શબને પોસ્ટમોર્ટમ પછી તેમના પરિજનોને હવાલે કરી દીધા છે. કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે.