વહુએ 14માં દિવસે એવો કાંડ કર્યો કે સાસરીયાએ આજે પણ માથું પકડીને રડી રહ્યા છે

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ખેતડી વિસ્તારમાં એક લૂંટેરી દુલ્હન લગ્નના થોડાક દિવસો પછી રોકડા રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. આ પછી લગ્ન કરાનારા વચેટિયાને તેને જાણ કરવામાં આવી તો તેનો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ પછી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી લૂંટેરી દુલ્હનની તપાસ હાથ ધરી છે.

પીડિત પરિવારે ખેતડી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે લગ્ન કરાવનારા વચેટિયા અને લૂંટેરી દુલ્હનની તપાસ હાથ ધરી છે. પોલીસ મુજબ વચેટિયા ઢાણી નિવાસી હેમરાજે ખેતડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સતીશ મેઘવાલ તેમનો પરિચિત છે. જેને લગ્ન માટે તેના સંબંધીની કોઈ છોકરી અંગે વાત કરી હતી. આ પછી સતીશ મેઘવાલની મા અને સીમા દેવી નામની એક અન્ય મહિલાની તેમને છોકરી બતાવવા માટે પંજાબ લઈ ગયો હતો.

પંજાબના ભોજપુરમાં છોકરી બતાવવામાં આવી અને ત્યાં 2 સપ્ટેમ્બરે કોર્ટ મેરેજ કરાવી દેવામાં આવ્યા હતાં. કોર્ટ મેરેજ કર્યા પછી પંજાબથી પરિવાર દુલ્હનને લઈને આવ્યો હતો. આ પછી થોડાક દિવસો સુધી બધુ વ્યવસ્થિત ચાલતું હતું. લગ્નના 14 દિવસ પછી 16 સપ્ટેમ્બરે મોડી રાતે લૂંટેરી દુલ્હને નશાવાળી ગોળી ઘરના બધા લોકોને ખવડાવી દીધી. આ પછી રોકડા રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. પીડિત પરિવારે જણાવ્યું કે, તે 60 હજાર રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ભાગી ગઈ છે.

પીડિત પરિવારનો આરોપ છે કે, લગ્નના ખર્ચા માટે વચેટિયાએ તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા. ગરીબ પરિવાર આ ઘટના પછી આઘાતમાં છે અને તંત્ર પાસે મદદની આજીજી કરી રહ્યો છે. પીડિત પરિવારે જણાવ્યું કે, ઘણી મહેનતે રૂપિયા જમા કરાવ્યા અને પછી તેમની સાથે આવી ઘટના થઈ હતી.

પોલીસે ફરિયાદ નોંધી લૂંટેરી દુલ્હનની તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ કરવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે. પોલીસ વચેટિયાની પણ તપાસ કરી રહી છે. જેથી લૂંટેરી દુલ્હન સુધી પહોંચી શકાય. પોલીસ તે એન્ગલથી પણ તપાસ કરી રહી છે કે, ફરાર વચેટિયા અને લૂંટેરી દુલ્હનના કોઈ ગ્રુપ સાથે સંબંધ છે કે, નહીં. આ ઉપરાંત અત્યારસુધી કેટલા લોકોને લગ્નની લાલચ આપીને લૂંટી લીધા છે.