હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા અને લોકોએ ઉતારી લીધો વીડિયો, પછી થઈ જોવા જેવી

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. આથી લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.

સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP)એ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.