યુવકે બર્ગરની અંદર રહેલો કાળો વિંછી પણ ખાઈ ગયો, સૌથી જૂના રેસ્ટોરન્ટનું કારનામું

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રસિધ્ધ રેસ્ટોરાંમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે બર્ગર ખાવા પહોંચેલા યુવકે વીંછીનો અડધો ભાગ પણ ખાઈ લીધો હતો. અચાનક મોંમાં વિચિત્ર સ્વાદ આવવાથી યુવકે જોયું તો તેના બર્ગરમાં વીંછીનો અડધો ભાગ નજરે આવ્યો. તબીયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને હાલ ઓબ્સર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવકે મેનેજર વિરુદ્ધ જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં કેલ દાખલ કરાયો છે.

જવાહર સર્કલ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર એરપોર્ટ રોડના શાંતિ કોલોનીનો રહેવાસી 22 વર્ષીય તરુણ સૈની 17 સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે એક રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા માટે તેના મિત્ર સાથે ગયો હતો. ત્યાં તેણે બે બર્ગર મંગાવ્યા. એક બર્ગર મિત્રને આપ્યું. જ્યારે તેણે કાગળમાં ભરેલું બર્ગર ખોલ્યું અને તેનો અડધો ભાગ ચાવી ગયો ત્યારે સ્વાદ બદલાયેલો લાગ્યો. મોંઢાની અંદર વિચિત્ર સ્વાદ આવતા યુવકને શંકા ગઈ.

હાથમાં પકડેલા બર્ગરના અડધા ટુકડામાં કાળા જીવડા જેવું કઈક નજરે આવ્યું. યુવકે મોઢામાં રાખેલો ભાગ પણ બહાર કાઢ્યો. પછી ખબર પડી કે બર્ગરમાં એક નાનો કાળો વીંછી મરી ગયેલો હતો. યુવકે બર્ગરમાંથી અડધો ભાગ તો ખાઈ લીધો હતો. બર્ગરમાં વીંછી જોઈને તરુણ ગભરાઈ ગયો. રેસ્ટોરન્ટમાં હોબાળો થઈ ગયો. બંને સાથીઓએ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે વાત કરી હતી. યુવકોએ આરોપ લગાવ્યો હતો કે હાજર સ્ટાફે બર્ગર છીનવી ફેંકી દીધું હતું.

રેસ્ટોરન્ટના સ્ટાફે બર્ગર જેવો બર્ગર છીનવ્યા પછી યુવકે ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો. યુવકોએ રેસ્ટ્રોરન્ટના મેનેજર પર પણ અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ કર્યો છે. યુવકનો આરોપ છે કે હોબાળા દરમિયાન મેનેજરે તેને ધમકી આપી હતી. ત્યાર બાદ યુવકે 100 નંબર પર કોલ કરીને મામલાની જાણકારી પોલીસને આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તે દરમિયાન મેનેજરે યુવકને પોતાના કેબિનમાં ઘુસવા નહોતો દીધો. હોબાળો થતો જોઈને ઘટનાસ્થળે લોકોની ભીડ એકઢી થઈ ગઈ. તે દરમિયાન યુવકની તબીયત ખરાબ થવા લાગી. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે.

જે સ્થળે આ કેસ સામે આવ્યો તે જયપુરની સૌથી જૂની રેસ્ટોરાંમાંની એક છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. સપ્તાહના અંતે કલાકોની લાઇન હોય છે. આસપાસ શોપિંગ સેન્ટર્સ અને વિવિધ ફૂડ પોઇન્ટ્સ છે, જે જયપુરના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. હોબાળો વધ્યા બાદ જવાહર સર્કલ પર પોલીસ પહોંચી હતી. હોબાળો વધ્યા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. સેમ્પલને ફોરેન્સિક લેબમાં ટેસ્ટીંગ માટે મોકલાવવામાં આવ્યા છે.