આ મંદિરમાં થાય છે કોથળા ભરીને થાય છે પૈસાના ઢગલાં, કોરોનાકાળમાં પણ આવ્યું અવિરત દાન

આમ તો ભારતના મોટાભાગના મંદિરોમાં ભક્તો દીલ ખોલીને દાન કરે છે, પણ એક મંદિર એવું જે જ્યાં લાખો નહીં કરોડોની રકમનું દાન આવે છે. 100થી વધુ લોકો ગણતા ગણતા થાકી જાય એટલી રકમનું દાન આવે છે.

વાત થઈ રહી છે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના પ્રસિદ્ધ કૃષ્ણધામ સાંવલિયાજી મંદિરની. આ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને લાખોની રકમનું દાન કરે છે. આ મંદિરમાં દર મહિને અમાસની પહેલાં ચૌદશના દિવસે દાનપેટી (ભંડારો) ખોલાવામાં આવે છે અને દાનની રકમની ગણતરી કરવામાં આવે છે.

હાલમાં કૃષ્ણધામ સાંવલિયાજીમાં રાજભોગ આરતી બાદ માસિક ભંડારો ખોલવામાં આવ્યો હતો. દાનની રકમની ગણતરી મોડે સુધી ચાલી હતી. જેમાં 4 કરોડ 3 લાખ 85 હજાર રૂપિયાનું દાન નીકળ્યું હતું. સાથે જ 470 ગ્રામ સોનું અને 2220 ગ્રામ ચાંદી પણ નીકળ્યું હતું. જ્યારે 5-6 કોથળા ભરેલા સિક્કાની ગણતરી હજી બાકી છે.

નોંધનીય છે કે સાંવલિયાજી મંદિરમાં દર મહિને એક વખત દાનની રકમ ગણવામાં આવે છે અને સરેરાશ અહીં દર મહિને 4 કરોડથી ઊપરનું દાન આવતું હોય છે.

સાંવલિયાજી મંદિરમાં દાનની રકમમાં દર વર્ષે 10થી 15 ટકા જેટલો વધારો જોવા મળતો હોય છે. અને આ વખતે કોરોનાકાળમાં પણ દાનની રકમ જરા પણ ઘટી નથી.

સવારથી લઈને મોડી રાત સુધી ગણતરી ચાલતી હોય છે. સુરક્ષા માટે પોલીસની તૈનાત કરવામાં આવે છે. દાનની ગણતરીમાં અલગ અલગ બેંકના અધિકારી અને કર્મચારી સામેલ થતા હોય છે.

નોંધનીય છે કે કૃષ્ણધામ સાંવલિયાજી સેઠના મંદિરમાં ભક્તોની આસ્થા ખૂબ છે. મેવાડના રાજપરિવાર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

માન્યતા મુજબ સાંવલિયા સેઠ મીરાબાઈ જેમની પૂજા કરતા હતા એ જ ગીરધર ગોપાલ છે. એવું કહેવાય છે કે અહીં ખરા હ્રદયથી માંગો તો ભગવાન તમારી આશા જરૂર પૂરી કરે છે.