પીળા લહેંગામાં સુંદર લાગી ન્યાસા, પણ ચહેરા પર આ શું? લોકોએ કરી આવી આવી કમેન્ટ્સ

મુંબઈ: અજય દેવગણની દીકરી ન્યાસાની કેટલીક તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ બની છે. આ તસવીરોમાં ન્યાસાએ પીળા રંગનો ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો છે. જોકે, આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે, ન્યાસાએ ચહેરા પર ઢગલાબંધ મેક-અપના થપેડા કરેલા છે. મેક-અપના કારણે ન્યાસા ખાસી ગોરી લાગી રહી છે અને આ જ કારણે લોકો તેની બહુ મજાક ઉડાવી રહ્યા છે.

ન્યાસાએ પીળા લહેંગાની સાથે હાથમાં મેહેંદી, હેવી નેકલેસ અને ખુલ્લા વાળ રાખી લુક કમ્પ્લીટ કર્યો છે. એક યૂઝરે તો એમ પણ પૂછી લીધું કે, આ આટલી સુંદર કેવી રીતે બની ગઈ, તો વળી અન્ય એકે પૂછ્યું કે, રંગ આટલો ગોરો કેવી રીતે બની ગયો?

તો વળી એક યૂઝરે તો ન્યાસાનો લુક જોઇ એવી પણ કમેન્ટ કરી કે, લાગે છે કે, આની પણ સર્જરી થઈ ગઈ. બીજા એક યૂઝરે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું: અચાનક આ આટલી બધી સુંદર કેવી રીતે થઈ ગઈ, કૉસ્મેટિક સર્જરી કરાવી કે શું? જોકે આવું પહેલીવાર નથી બન્યું. અજય દેવગણની દીકરીને તેના રંગના કારણે ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે.

ન્યાસા એના પિતાની બહુ નજીક છે. ઉલ્લેખનીય છે કે, ન્યાસા અત્યારે સિંગાપોરમાં ભણી રહી છે. તે ભણવામાં બહુ હોશિયાર છે અને એક બહુ સારી સ્વિમર પણ છે. 20 એપ્રિલ 2003ના રોજ જન્મેલ ન્યાસા 16 વર્ષની થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. ન્યાસા તેના પિતા અજયની બહુ નિકટ છે અને એકવાર પોતાની દીકરીને ટ્રોલ કરવા બાબતે અજય મીડિયા પર ગુસ્સે પણ થયો હતો.

એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે જણાવ્યું હતું કે, ન્યાસા ખૂબજ સમજદાર છે. તે કોઈ પણ વસ્તુને ઓનલાઇન કરતાં પહેલાં બહુ વિચારે છે.માતા કાજોલ સાથે પણ ન્યાસાનું બહુ સારું બૉન્ડિંગ છે. ન્યાસા પહેલાં પણ કહી ચૂકી છે કે, તે એક્ટિંક કરવા નથી ઇચ્છતી. તેનું સપનું વર્લ્ડ ફેમસ શેફ બનવાનું છે.

થોડા સમય પહેલાં કાજોલે પણ જણાવ્યું હતું કે, ન્યાસા અત્યારે બેકિંગમાં હાથ અજમાવી રહી છે. તેને બેકિંગ કરવું બહુ ગમે છે. પોતાનાં બાળકો માટે કાજોલ બહુ પ્રોટેક્ટિવ છે. એક ઈન્ટરવ્યૂમાં કાજોલે જાતે જ કહ્યું હતું એ, હું ખૂબજ પ્રોટેક્ટિવ છું. જો કોઇ વ્યક્તિએ મારાં બાળકો તરફ આંખ પણ ઊંચી કરવાનો પ્રયત્ન કર્યો તો હું તેને ફાડી ખાઇશ.