અલ્પેશ ઠાકોર અને તેમના પત્નીની Love Story એકવાર વાંચવા જેવી છે

અમદાવાદ: ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરના પુત્રના હાલમાં સાદગીથી લગ્ન કરવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે બહુ જ રૂઢી ચુસ્ત સમાજમાંથી આવતાં અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કર્યાં છે. અલ્પેશ ઠાકોર અને તેમની પત્ની બંને કોલેજ સમયમાં એકસાથે અભ્યાસ કરતાં હતાં અને ત્યાર બાદ બંનેની આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જોકે બંનેના પરિવારો માની જતાં તેમનો પ્રેમ પરાકાષ્ઠા સુધી પહોંચ્યો હતો.

અલ્પેશે એકવાર બ્લેડથી તેમના હાથ પર પ્રેમીકાનું નામ પણ કોતર્યું હતું. અલ્પેશ ઠાકોર આજે પણ તેમની પત્નીના વખાણ કરતા થાકતા નથી. રાજકારણમાં હોવા છતાં પણ પોતાના પરિવારને પૂરતો સમય આપી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે ખુલ્લા દીલે પ્રેમ કહાનીની વાત કરતા કહ્યું કે, એસ કે કોલેજમાં અમે બંને ભેગા સેન્ડવીઝ ખાતા હતા. પ્રેમના 23 વર્ષ થયાં મારી પત્નીને હું ખૂબ પ્રેમ કરું છું. પ્રેમની અલગ મજા છે. મારા પ્રેમ લગ્ન સફળ છે.

HK કોલેજથી લાલ દરવાજા સુધી ચાલતા જવાની મજા કંઈક અલગ જ છે. પ્રેમમાં એક વર્ષે પ્રપોઝ કરી શક્યો હતો. મેં મારી પત્નીને અનેક લવ લેટર લખ્યા છે, મારી પત્ની મારા રોમે રોમમાં છે તેવું અલ્પેશે જણાવ્યું હતું. અલ્પેશ જણાવ્યું હતું કે, એક બીજાની આંખો મળી જતાં પ્રેમ થઈ ગયો હતો. 3 મહીના સુધી અમે એક બીજા સામે જોયા કરતાં હતા. અમે એક બીજા જોડે બોલ્યા વગર કલાકો સુધી બેસી રહેતા.

પ્રેમ લગ્ન કરવા માટે પરિવાર ન માન્યો હોત તો કાપડની બેગ ભરીને જ રાખી હતી. અમારા ભાગવાની ખબર પડતાં મારા પિતાએ મને ત્રણ ફડાકા માર્યા હતા. મારી પત્ની વાઘણની જેમ કામ કરે છે. મારી પત્નીનું નામ મેં હાથ પર બ્લેડથી કોતર્યું હતું.