અમેરિકામાં લોકોનો જીવ બચાવી રહી છે દિગ્ગજ એથ્લીટ મિલ્ખાસિંહની ડૉક્ટર દીકરી

નવી દિલ્હી: મહાન એથલીટ મિલ્ખા સિંહની દીકરી અને મશહૂર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહની મોટી બહેન હાલમાં ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરી રહી છે. મોના મિલ્ખા સિંહ ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન હૉસ્પિટલ સેન્ટરમાં ડૉક્ટર છે. તે કોરોનાના ઈમરજન્સી દર્દીઓનો ઈલાજ કરી રહી છે.

54 વર્ષિય મોનાએ પટિયાલાથી એમબીબીએસ કર્યું અને નેવુંના દાયકામાં અમેરિકા જઈને વસવાટ કર્યો. ચાર વારના યૂરોપીય ટૂર ચેમ્પિયન જીવે કહ્યું, તે ન્યૂયૉર્કના મેટ્રોપોલિટન હૉસ્પિટલમાં ઈમરજન્સી ડૉક્ટર છે. જ્યારે પણ કોરોનાના લક્ષણવાળું કોઈ દર્દી આવે તો તેનો ઉપચાર કરવાનો હોય છે.

જીવનું માનીએ તો, તે પહેલા દર્દીની તપાસ કરે છે પછી તેને વિશેષ વૉર્ડમાં મોકલવામાં આવે છે. મને તેના પર ગર્વ છે. તે રોજ મેરાથોન દોડી રહી છે. તે અઠવાડિયાના પાંચ દિવસ કામ કરે છે. ક્યારેક દિવસે ક્યારેક રાત્રે. હું તેને લઈને ચિંતિત છું. લોકોનો ઈલાજ કરતા સમયે કાંઈ પણ થઈ શકે છે.

માતા-પિતા કરે છે રોજ વાત
‘અમે રોજ તેની સાથે વાત કરીએ છે. મમ્મી પપ્પા પણ રોજ વાત કરે છે. હું તેને સકારાત્મક રહેવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કહું છું. તેમણે કોરોના સામે મોરચા પર કામ કરી રહેલા કર્મવીરોનું સન્માન કરવાની અપીલ કરી.’

કોરોના વૉરિયર્સનું કરો સન્માન
ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જીવે કહ્યું કે, ‘હું દેશના દરેક નાગરિકને અપીલ કરવા માંગું છું કે તેઓ કોરોના સામેની લડાઈમાં જોડાયેલા લોકોનું સન્માન છે. તે ડૉક્ટર હોય કે પોલીસ કે પછી સફાઈકર્મી. તેમનું સન્માન કરવું જોઈએ અને તેમની ચિંતા કરવી જોઈએ.’