‘નાગિન’નો મદમસ્ત અંદાજ, પતિ સાથે જોવા મળી એકદમ રોમેન્ટિક મૂડમાં

મુંબઈઃ ટીવી સીરિયલ ‘યે હૈં મોહબ્બતે’માં શગુનનો રોલ કરનારી અભિનેત્રી અનીતા હસનંદાની હાલમાં જ પોતાના કઝીનના વેડિંગમાં સામેલ થઇ હતી. આ દરમિયાન અનિતા પતિ રોહિત રેડ્ડી સાથે રોમેન્ટિક પોઝ આપતી નજરે જોવા મળી હતી.. લગ્નમાં અનિતાએ દુલ્હનની સાથે ખૂબ એન્જોય પણ કર્યું હતું. આટલું જ નહીં અનિતાએ દુલ્હનને કિસ પણ કરી હતી. લગ્નના ફોટોઝ અનિતાએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે લગ્નમાં અનિતા હસનંદાની લાઇટ પિંક કલરના ગાઉનમાં દેખાઇ તો તેનો પતિ રોહિત રેડ્ડી સૂટ-બૂટમાં નજરે આવ્યો હતો.

એક ફોટોમાં અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડીનો હાથ પકડીને નજર આવી રહી છે. ફોટોમાં કપલ રોમેન્ટિક અંદાજમાં ખુબ જ સુંદર લાગી રહ્યાં હતાં.

લગ્ન દરમિયાન પતિ રોહિત રેડ્ડી સાથે રોમેન્ટિક પોઝમાં અનિતા હસનંદાની.

લગ્ન દરમિયાન ફેન્સ સાથે અનિતા હસનંદાની.

લગ્નમાં અનિતા હસનંદાનીએ કરાવ્યું ફોટોશૂટ.

મિત્રો સાથે અનિતા હસનંદાની.

ઉલ્લેખનીય છે કે અનિતા હસનંદાની હાલ એક ટીવી સીરિયલ ‘નાગિન 4’માં નજર આવી રહી છે, જેમાં તે વિષનો રોલ પ્લે કર્યો છે.

સિંધી પરિવારથી આવતી અનિતાનો જન્મ 14 એપ્રિલ 1981માં થયો હતો, અનિતાએ 2013માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતાં

પોતાના લગ્ન દરમિયાન રોહિત રેડ્ડી સાથે ફેરા લેતી અનિતા હસનંદાની.