આજે જ ઘરો બનાવો કાચા કેળાની ટેસ્ટી અને ક્રિસ્પી વેફર, એકદમ સરળ છે રેસિપી

ઉપવાસમાં વેફર્સ ખાવાની મજા જ કંઈક અલગ છે. હેલ્થ કોન્શિયસ લોકો હવે બટાકાની જગ્યાએ કેળાની વેફર વધુ પસંદ કરે છે. કેળાની ક્રિસ્પી અને ટેસ્ટ વેફર બનાવવી ખૂબ જ સરળ છે, તો આવો નોંધો રેસિપી અને ઘરે કરો ટ્રાય.

કાચા કેળાની વેફર બનાવવાની સામગ્રી

અડધો ડઝન કાચા કેળા
અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
સ્વાદ અનુસાર સંચળ
સ્વાદ અનુસાર મીઠુ
અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
તળવા માટે તેલ કે ઘી

કેવી રીતે બનાવશો?
સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી લો. ત્યારબાદ એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા પછી છીણી દ્વારા તેલમાં સીધી જ ચિપ્સ પાડવી. મિડિયમ આંચે ચિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. ત્યારબાદ ઝારાથી નીતારીને કાઢી લો. ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો.