ગર્ભવતી ભાભીના દિયર સાથે થયા લગ્ન, વિવાહ બાદ મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દિયર માટે તેની ભાભી મા સમાન હોય છે. પણ આ કળિયુગમાં દિયર-ભાભીના સંબંધોને લજાવતી ઘટના પણ સામે આવે છે. ત્યારે વર્ષ 2020માં બિહારના બેતિયામાં દિયર ભાભીના પ્રેમની ઘટના સામે આવી હતી. આ પછી ગામની પંચાયતમાં બંનેના શિવ મંદિરમાં કરાવ્યા હતાં. માહિતી મુજબ, દિયર-ભાભી વચ્ચે છેલ્લાં ચાર વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો અને એકબીજાના થવા માંગતાં હતાં.

મઝોલિયા વિસ્તારના ગુરચુરવા ગામમાં દિયર-ભાભીના ગામ લોકોએ મંગળવારે શિવ મંદિરમાં લગ્ન કરાવી દીધા હતાં. વરમાળા અને સિંદૂર પૂરતી વખતે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભાભીને દોઢ વર્ષનો એક પુત્ર છે જ્યારે તે અત્યારે પ્રેગ્નન્ટ છે. લગ્ન દરમિયાન દુલ્હને બનેલી ભાભીનો ભાઈ પણ હાજર રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, 4 વર્ષ પૂર્વે હરિંદર પંડિતના મોટા દીકરાના લગ્ન બસાડાની છોકરી પુનીતા કુમારી સાથે થયા હતાં. લગ્ન પછી તે પોતાની સાસરીમાં આવી હતી. આ દરમિયાન તેના દિયર સાથે પ્રેમ થયો હતો. બંને એટલો પ્રેમ કરતાં હતાં કે, એકબીજાના થવા માટે તે પંચાયત સુધી પહોંચી ગયા હતાં.

બંનેનો પ્રેમ જોઈને ગામલોકોએ રાકેશ કુમાર પંડિતના લગ્ન સગી ભાભી પુનીતા કુમારી સાથે કરાવી દીધા હતાં. પુનીતા કુમારીએ જણાવ્યું કે, અમારા બંને વચ્ચે છેલ્લાં ચાર વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. દોઢ વર્ષની બાળકી તથા ગર્ભમાં રહેલું શિશુ પણ રાકેશ કુમાર પંડિતનું છે. પંચોએ પરિવારની સહમતીથી લગ્ન કરાવી વિધિવત પતિ-પત્ની તરીકે જીવન પસાર કરવાની કસમ ખવડાવી છે.