પહેલી જ વાર જુઓ પાતાળનો રસ્તો, અંદરનો નજારો જોઈ ઉડી જશે હોશ

યમનમાં પહેલીવાર કેટલાક શોધકર્તાઓ ‘નર્કના કૂવા’ની અંદર ગયા હોવાની ઘટના સામે આવી છે. આ કૂવાની અંદરથી કેટલાય સાપ અને ઝરણા મળ્યા છે. આ સિંકહોલ એટલે કે જમીનના ખાડાને ‘જિનોની જેલ’ અને ‘પાતાળનો રસ્તો’ પણ કહેવામાં આવે છે. પણ તેનું સાચુ નામ બારહૌત કૂવો છે. આ કૂવો 367 ફૂટ ઊંડો છે. ઘણાં દશકો સુધી સ્થાનિક લોકો આ જગ્યાની આસપાસ જતાં પણ ડરી રહ્યા છે. કેમ કે, લોકો આ કૂવાને જિનની જેલ અને પાતાળનો રસ્તો પણ માને છે.

બારહૌત કૂવાનું વ્યાસ 98 ફૂટનું છે. આ પૂર્વ યમનના અલ-માહરા પ્રાંતના રણમાં ઓમાનની બોર્ડર પાસે સ્થિત છે. ઓમાનના આ શોધકર્તા પહેલાં કોઈ આ ખાડામાં ઊતર્યું નથી. ઓમાની કેવ્સ એક્સપ્લોરેશન ટીમના 10 શોધકર્તામાંથી 8 બારહૌતના કૂવામાં જ્યારે અંદર ઊતર્યા ત્યારે તેમને ઝરણાં અને કેટલાય સાપ જોવા મળ્યા હતાં.

આ ઘટનાને જોવા માટે સ્થાનિક લોકો ડરવાને લીધે બહાર જ ઊભા રહ્યા હતાં. આ ટીમના સભ્યો અને જર્મન યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીના જિયોલોજી પ્રોફેસર મોહમ્મદ અલ-કિંડીએ જણાવ્યું કે, અમે જાણવા માટે ઉત્સુક હતાં. એટલે અમે અંદર ગયા હતાં. આ સાથે અમે યમના ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી પણ જાણવા મળશે.

શોધકર્તાઓને આ ખાડામાં ઝરણા, સાપ, મૃત જાનવર, સ્ટેલેગમાઇટ્સ અને મોતી મળ્યા છે. આ ખાડાની અંદર એક પમ જિન અથવા પાતાળનો રસ્તો મળ્યો નથી. જોકે, બારહૌત કૂવાની સાચી ઉંમર અત્યાર સુધી ખબર પડી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કૂવો લાખો વર્ષનો હશે. મોહમ્મદ અલ કિંડીએ જણાવ્યું કે, સ્થાનિક લોકો એવું માને છે કે, ખાડાની આસપાસ જતાં તે લોકોને અંદર ખેંચી લે છે. એટલે ડરથી કોઈ તેની આસપાસ જતું નથી. વૈજ્ઞાનિક રીતે અહીં કોઈ એવા પૂરાવા મળ્યા નથી કે, લોકો અંદર ખેંચાય છે.

યૂનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના સિંકહોલ એક્સપર્ટ ફિલિપ બેન બીનેને કહ્યું કે, ‘સિંકહોલ ઘણાં પ્રકારના હોય છે. સૌથી સામાન્ય સિંકહોલ કોલેપ્સ અથવા સબ્સિડેન્સ હોય છે. જ્યારે જમીનનું તૂટે છે ત્યારે માટી ઢસી પડે છે અને ખાડો બની જાય છે. તેને કોલેપ્સ કહે છે. જ્યારે ધરતીના ઉપરના લેયર પર ધીમે-ધીમે તૂટે છે અને એક મોટો ખાડો બની જાય છે. જેને સબ્સિડેન્સ કહે છે.’ ફિલિપે વધુમાં કહ્યું કે, ‘અત્યારે તે કહેવું મુશ્કેલ છે કે, બારહૌતના કૂવાનું નિર્માણ અત્યારે કઈ પ્રકિયાથી થયું છે.’

OCETના શોધકર્તાઓને બારહૌત કૂવાની અંદર અલગ-અલગ લેયર્સમાં વિવિધ વસ્તુ જોવા મળી હતી. ક્યાંક સાપ, તો ક્યાંક ઝરણા, તો ક્યાર મોતી જેવા ઊંડા લેયર તો ક્યાંક કેલ્સિયમ કાર્બોનેટનું મોટું લેયર. વેસ્ટર્ન ઇલિનોય યૂનિવર્સિટીના જીયોલોજીસ્ટ લેસ્લી મેલિમે કહ્યું કે, એવી આશા છે કે, આ સિંકહોલની જમીન અલગ-અલગ લેયરમાંથી વહેતાં પાણીને લીધે ઢસી પડેલી માટીને લીધે બન્યું હશે. આ ખાડામાં ઘણાં પ્રકારના મિનરલ્સ છે. જે મોતીના નિર્માણમાં મદદ કરે છે. ખાડામાં મોતીનું નિર્માણ ખૂબ જ દુર્લભ હોય છે. કેમ કે, તે ખાડાનું નીચેનું લેયર બની ષકે છે. પણ બારહૌતના કૂવામાં પણ દીવાલો પર તે જોવા મળે છે.

શોધકર્તાઓએ જોયું કે, બારહૌતના કૂવામાં પાણીની ધાર અને ઝરણાં ઘણી જગ્યાએથી નીકળી રહ્યા છે. કેટલાક ઝરણની ઊંચાઈ 213 ફૂટ સુધી છે. આ ઝરણાંની આસપાસ મોટી સંખ્યામાં કાઈ (Algae) હાજર છે. ખાડાની અંદર પણ મોટી સંખ્યામાં સાપ, દેડકા અને બીટ્લ્સ છે. ઘણાં મૃત જીવો અને પક્ષીઓના શબ અને કંકાળ પણ જોવા મળ્યા છે. તે સડી ગયા હોવાને લીધે દુર્ગંધ પણ આવે છે. જેને લીધે ખાડાની ઉપર પણ દુર્ગંધ આવતી રહે છે. એટલે સ્થાનિક લોકો તેની આસપાસ જતાં ડરે છે.

OCETની ટીમે બારહૌતના કૂવાના ઘણાં પ્રકારના સેમ્પલ લીધા છે. જેમાં પાણી, માટી, કાઈ, મૃત જીવોના અવશેષ સામેલ છે. જેનાથી તે જાણી શકાય કે, આ સિંકહોલ કેટલો જૂનો છે અને તેની ઉંમર શું છે. તેમાં કેટલા પ્રકારના મિનરલ્સ છે. મરેલા જીવોનું મોત ક્યારે થયું. મોતીનું નિર્માણ ક્યારે થયું. શું તેને ભવિષ્યમાં કાઢી શકાશે કે નહીં અથવા પછી વધુ રિસર્ચ અને શોધ કરવા માટે આ સેમ્પલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.