પુરુષોથી કંટાળીને આ યુવતીએ પોતાની જાતે સાથે જ કર્યા લગ્ન

પતિ-પત્નીના સંબંધ સારા ના ચાલતા હોવાને લીધે તેમને છૂટાછેડા લીધા હોય એવાં કિસ્સા સાંભળ્યા હશે. ઘણીવાર અંગત સંબંધ સારા ન હોવાને લીધે અને મજબૂરીને લીધે સંબંધ તૂટે છે. જોકે, છૂટાછેડા લીધા પછી દંપતી કોઈ બીજો જીવનસાથી શોધી લે છે અને તેમની સાથે લગ્ન કરી લે છે. એવામાં અત્યારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. એક બ્રાઝિલિયન મોડેલે પોતાના બોયફ્રેન્ડ થી કંટાળીને બીજો બોયફ્રેન્ડ બનાવ્યો નહીં અને કોઈ સાથે રિલેશનમાં આવી નહીં. થોડાંક સમય પછી ખુદ સાથે જ લગ્ન કરી લીધા હતાં.

બ્રાઝીલની સાઓ પાઓલોની 33 વર્ષના ક્રિસ ગેલરાએ એક મોડેલ છે અને તેમણે આ ચોંકાવનારો નિર્ણય લીધો છે. ક્રિસ પોતાના જૂના બોયફ્રેન્ડથી હેરાન થઈને ઘણાં સમય સુધી એકલી રહેતી હતી. પહેલાં તેમને લાગતું હતું કે, તે ખુદને ખુશ રહેવા માટે કોઈ સાથીની જરૂર હશે પણ, થોડાક સમય સુધી તે એકલા રહ્યા પછી તેમણે નિર્ણય લીધો કે, તેમને કોઈની જરૂર નથી અને તે એકલી રહી શકે છે. ક્રિસે અંતે ખુદ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને દુલ્હનની જેમ તૈયાર થઈને ખુદની સાથે લગ્ન કરી લીધા.

ક્રિસ ગેલરા એક જાણીતી મોડેલ છે ઇન્ટરનેટ પર લોકો તેમની બોલ્ડનેસના દિવાના છે. ખુદ સાથે લગ્ન કર્યાની માહિતી તેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી. પહેલી નજરમાં તો કોઈને તેમની આ વાત પર વિશ્વાસ થયો નહીં પણ જ્યારે રિપોર્ટમાં જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. ક્રિસે પોતાના લગ્ન વિશે એક ઇન્ટરવ્યૂમાં ઘણાં ખુલાસા કર્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે,જેવી તેમને છોકરાથી કંટાળીને લગ્ન કરવાની વાત લોકોએ તેમને ઘણાં છોકરાઓની ઓફ આવવા લાગી કે, તે તેમની સાથે લગ્ન કરવા માંગે છે. ક્રિસ માટે અરબના એક અમીરની ચોંકાવનારી ઓફર હતી. ક્રિસે જણાવ્યું કે, શેખે તેમને ઓફર આપી ખુદ સાથે છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું.

શેખે તેને વાયદો કર્યો કે, જો તે આવું કરે છે તો તેને બદલામાં 3 કરોડ રૂપિયા આપશે. જોકે, ક્રિસ ચુપ રહી નહીં અને તેમણે પોતાના આ અપમાનનો જવાબ આપતાં શેખને જવાબ આપ્યો કે, ‘તે વેચાવા માટે નથી અને તે આ શખ્સને ઓળખતી પમ નથી એટલે તે માત્ર રૂપિયા માટે લગ્ન કરશે નહીં.’

ક્રિસની ચોંકાવનારી આ હરકત પછી લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે જે માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને તે માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આવું કરી રહી છે. તો તેમની આ હરકત માટે તેમને પાગલ કહી રહ્યા છે.