નીલાબાની પાર્ટીમાં આવ્યું કપૂર ખાનદાન, જોવા મળ્યા મસ્તી મજાક કરતાં

કપૂર પરિવાર તેમના મેમ્બર્સ સાથે બર્થડે પાર્ટી કે, ડિનરની મજા લેતો હોય તેવા ફોટો અનેકવાર સોશિયલ મીડિયામાં સામે આવે છે. ગત 25 સપ્ટેમ્બરે દિવંગત એક્ટર શમ્મી કપૂરની વાઇફ નીલા કપૂરનો બર્થડે હચો. આ અવસરે નીલા કપૂરે તેમના ઘરે એક લંચ પાર્ટી રાખી હતી. જેમાં પરિવારના દરેક સભ્યોએ સાથે મળીને નીલા કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

ગત 25 સપ્ટેમ્બરે બપોરે દિવંગત એક્ટર શમ્મી કપૂરની વાઇફ નીલા કપૂરે પોતાના ઘરે લંચનું આયોજન કર્યું હતું. જેમાં નીતૂ કપૂર, બબીતા, રણધીર કપૂર, દિવંગત એક્ટર શશી કપૂરના મોટા દીકરા કૃણાલ કપૂર, રીમા જૈન સહિતના લોકો સામેલ થયાં હતાં. પૃથ્વીરાજ કપૂરનો ભાણિયો જતિન સિયાળે આ ખાસ અવસરનો ફોટો તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં નીલા કપૂર ડિનર ટેબલની ખુરશી પર બેઠેલા જોવા નળી રહ્યા છે.

આ દરમિયાન તે કેક પર લગાડવામાં આવેલી મીણબત્તી ઓલવી રહ્યા છે. આ ખાસ અવસરે નીલા કપૂરની આસપાસ પરિવારના દરેક સભ્યો હાજર છે. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ ફોટો શેર કરવાની સાથે જતિને લખ્યું કે, ‘એક ગ્રાન્ડ પરિવારનો ગ્રેટ-ટૂગેધર, ધન્યવાદ નીલા આન્ટી.’

કૃણાલ કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પરિવારની પાર્ટીનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બબીતા, રણધીર અને નીતૂ સહિતના પરિવારના અન્ય સભ્યો કેમેરામાં એક સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યા છે. કૃણાલ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં કરિશ્મા કપૂરે કોમેન્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘તે દરેકને યાદ કરી રહી છે.’ કરિશ્માએ એવું પણ લખ્યું કે, ‘તમે દરેકે મળીને યાદ કર્યા’.

શમ્મી કપૂર પૃથ્વીરાજ કપૂરના બીજા દીકરા હતાં. તેમણે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન એક્ટ્રેસ ગીતા બાલી સાથે કર્યા હતાં. શમ્મી કપૂર અને ગીતા બાલીની પહેલી મુલાકાત વર્ષ 1955માં ફિલ્મ ‘રંગીન રાતે’ના સેટ પર થઈ હતી. બંનેને એકબીજાને આઇ લવ યુ કહેવામાં વધારે સમય લાગ્યો નહોતો.

આ પછી 4 મહિનાની અંદર જ કપલે મુંબઈના બણગંગા મંદિરમાં લગ્ન કરી લીધા હતાં. જેનાના એક વર્ષ પછી બંનેએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ આદિત્ય રાજ કપૂર રાખ્યું હતું. આ પછી એક તેમની દીકરી કંચનનો જન્મ થયો હતો. લગ્નના 10 વર્ષ પછી સ્માલ પોક્સને લીધે ગીતા બાલીનું નિધન થયું હતું. શમ્મી કપૂરે ફરી 27 ફેબ્રુઆરી, 1969માં નીલા દેવી સાથે બીજા લગ્ન કર્યા હતાં.

વર્ષ 2016માં નીલા દેવીએ શમ્મી કપૂર સાથે પોતાના લગ્ન અંગે જણાવ્યું હતું કે, ‘વર્ષ 1965માં ગીતા બાલીના નિધન પછી અમે બંને ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે મળતાં હતાં. એવામાં અમે એક ફેમિલી ફ્રેન્ડ બની ગયા હતાં. અમારા લગ્ન કરાવવા માટે કૃષ્ણ રાજે પહેલ કરી હતી. આ એક અરેન્જ મેરેજ હતાં. અમારા લગ્ન 26 ફેબ્રુઆરી 1969માં થયા હતાં. અમારા લગ્ન સાધારણ પરિવારના અવસર હતો. જેમાં આખો કપૂર પરિવાર હાજર હતો. અત્યારે આ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કપૂર પરિવારના દરેક સભ્ય એકબીજા સાથે જોડાયેલાં છે.