આ ગામમાં દરેક વ્યક્તિના એકાઉન્ટમાં જમા છે કરોડો રૂપિયા, એક લટાર મારશો તો મોહી જશો

આ ગામ ચીનના જિયાંગ્સૂ રાજ્યમાં આવેલું છે, જેનું નામ વાક્શી છે. ચીનના આ ગામમાં જઈ તમે કોઈ દેશના રાજધાની જેવી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ ગામની સુવિધાઓ જોતા તેને સુપર વિલેજ નામ આપવામા આવ્યું છે. ગામમાં 72 માળની બિલ્ડિંગ, હેલિકૉપ્ટર, ટેક્સિ, થીમ પાર્ક અને લક્ઝરી વિલા પણ છે. ગામમાં મળતી સુવિધાઓ તેને શહેર કરતા વધુ સુંદર બનાવે છે.

આ ગામની વસ્તી 2 હજાર લોકોની છે. લોકોએ જણાવ્યું કે, અહીં દરેક વ્યક્તિના ખાતામાં એક કરોડથી વધુ જમા છે. આ ઉપરાંત દરેક પરિવારને અહીં વસવા માટે તંત્ર દ્વારા કાર અને વિલા આપવામા આવ્યા છે. પરંતુ જો તમે ગામ છોડી અન્ય સ્થળે જાવ તો તમારે આ વસ્તુઓ તંત્રને પરત આપવી પડે છે.

અહીં લોકો શાનથી પોતાનું જીવન પસાર કરે છે. વાક્શીને કરોડો ડૉલરની કંપનીઓનો ગઢ માનવામા આવે છે, જેમાં સ્ટિલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે.

ગામના મોટાભાગના ઘર એક જેવા છે, બહારથી જોવા પર તે એક હોટલ જેવા લાગે છે. ગામમાં હેલિકૉપ્ટર, ટેક્સી અને થીમ પાર્ક પણ આવેલા છે.

અહીં ગામમાં શાનદાર રસ્તા પણ છે. એકસમયે ગામમાં આવી કોઈપણ સુવિધાઓ જોવા મળતી નહોતી અને ગામ ઘણું પછાત મનાતું હતું.

ગામની પ્રગતિ અને સફળતા પાછળનો શ્રેય કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સચિવ વૂ રેનાબોને આપવામા આવે છે.