એકમેક થયા કિઆરા-સિદ્ધાર્થ, લગ્નમાં આવો હતો રજવાડી જલસો, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા તથા સિદ્ધાર્થ આજે એટલે કે સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. રોયલ વેડિંગ માટે જેસલમેરના સૂર્યગઢમાં દેશ-વિદેશથી ફૂલો મંગાવીને વિશેષ મંડપ સજાવવામાં આવ્યો હતો. લગ્નના ડેકોરેશનની વાત કરીએ તો વિદેશથી અંદાજે 30 પ્રકારના વિવિધ ફૂલો મગાવવામાં આવ્યા હતાં. કિઆરા તથા સિદ્ધાર્થની વરમાળા લાલ ગુલાબથી બનેલી હતી. મલાઈકા અરોરા આજે સાંજે સાત વાગ્યે જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી. તે રિસેપ્શનમાં હાજર રહેશે.

સિદ્ધાર્થના લગ્નમાં કરન જોહરે કમાલનો ડાન્સ કર્યો
બેન્ડબાજા સાથે જાન નીકળી હતી. સિદ્ધાર્થ સફેદ ઘોડી પર બેઠો હતો. જાનમાં કરન જોહર, શાહિદ કપૂર-મીરા રાજપૂત તથા મલ્હોત્રા પરિવારે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થના પિતા વ્હીલચેર પર જોવા મળ્યાં હતાં. જાન આવી પછી કિઆરા-સિદ્ધાર્થે એકબીજાને ગુલાબની વરમાળા પહેરાવી હતી.

લગ્ન પહેલાં હલ્દી
આજે એટલે કે સાત ફેબ્રુઆરીએ સૌ પહેલાં બપોરના એક વાગ્યે સિદ્ધાર્થ-કિઆરાની હલ્દીની વિધિ થઈ હતી. વરરાજા-દુલ્હનને પરિવાર ને મિત્રો પીઠી ચોળી હતી. ત્યાર બાદ હોટલના કોર્ટયાર્ડમાં વરમાળાની વિધિ યોજાઈ હતી.

લગ્ન માટે સ્પેશિયલ કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો.. દિલ્હીથી જીયા બૅન્ડ જાન માટે જેસલમેર આવ્યું હતું. વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા સફેદ ઘોડી પર બેસીને કિઆરાને પરણવા આવ્યો હતો. આ ઘોડીનું નામ રાજન હતું.

આજ સવારથી જ હોટલની અંદર-બહાર ઘણી ચહલ-પહલ જોવા મળી હતી. સિક્યોરિટી ઘણી જ ટાઇટ રહી હતી. હોટલ સ્ટાફ, મેમ્બર, ગાર્ડ, ડ્રાઇવરને તમામ ચેકિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. મેઇન ગેટથી રિસેપ્શન સુધી ત્રણ ચેકિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા હતાં.

લગ્નમાં ઘોટૂવાંના લાડવાની ડિમાન્ડ
ઘોટૂવાના લાડવા જેસલમેરની લોકપ્રિય મીઠાઈ છે. આ લાડવાની દુકાન જેસલમેરમાં અંદાજે 50 જેટલી છે. કિઆરા-સિદ્ધાર્થના લગ્નમાં પણ ખાસ આ લાડવા મંગાવવામાં આવ્યા હતા.

લગ્ન માટે સ્પેશિયલ કુંડ
કિઆરા-સિદ્ધાર્થ હોટલના કુંડમાં ફેરા લીધા હતા. કુંડને સ્પેશિયલ લગ્નની વિધિ માટે બનાવવામાં આવ્યો હતો. વચ્ચોવચ મંડપ તથા ચારેબાજુ મહેમાનોને બેસવાની જગ્યા રાખવામાં આવી હતી. આખી જગ્યાને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવી હતી.

એક ઝલક માટે ચાહકો ઉત્સુક
ચાહકો દુલ્હન કિઆરા તથા વરરાજા સિદ્ધાર્થની એક ઝલક જોવા ઉત્સુક છે. બંને લગ્નમાં ફેશન- ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેર્યાં હતાં. કિઆરાને મેકઅપ આર્ટિસ્ટ સ્વર્ણલેખા ગુપ્તા તથા હેરસ્ટાઇલ અમિત ઠાકુરે તૈયાર કરી હતી.

લગ્નમાં 100થી વધુ વાનગીઓ
લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં.

ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.

કેક બનાવવા માટે શૅફ મુંબઈથી આવ્યા
લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા વેડિંગ કેક કટ કરશે. આ કેક બનાવવા માટે મુંબઈથી રાહુલ સહદેવ તથા પ્રણય સુભાષ આવ્યા છે.