કરોડો રૂપિયા કમાતો અલ્લુ અર્જુન, જીવે પણ છે વૈભવી સ્ટાઈલથી, જુઓ ઘરની અંદરની તસવીરો

હૈદરાબાદઃ સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોઈ ઓળખની જરૂર નથી. એક્ટિંગ, પર્સનાલિટી અને ફેશન સેન્સને કારણે લાખો ફેન્સ તેની પર ફિદા છે. ફેન્સ સુપરસ્ટાર્સની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ફેક્ટ્સ અંગે જાણવા માંગતા હોય છે. અલ્લુ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો સાથે વૈભવી ઘરમાં રહે છે.

અલ્લુ અર્જુન એક્ટર ચિરંજીવીનો ભત્રીજો છે. અલ્લુ અર્જુનને ફિલ્મ ‘ગંગોત્રી’માં કામ કર્યા બાદ ઓળખ મળી હતી. જોકે, તેને સ્ટારડમ ‘આર્યા’ ફિલ્મ બાદ મળ્યું. તે પછી તેણે ટોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મ્સ આપી.

અલ્લુ અર્જુનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ છે. તે ફિલ્મમાં કરોડો રૂપિયા ચાર્જ કરે છે અને તેનો અંદાજ તેની વૈભવી લાઈફ સ્ટાઈલથી જ લગાવી શકાય છે.

અલ્લુ અર્જુને 6 માર્ચ 2011ના રોજ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. 3 એપ્રિલ 2014ના અલ્લુ અર્જુન પ્રથમવાર પિતા બન્યો. આ સમયે અયાનનો જન્મ થયો. તેના 2 વર્ષ બાદ એટલે 2016માં અલ્લુ અર્જુન દીકરી અલ્લુ અરહાનો પિતા બન્યો.

અલ્લુ અને સ્નેહા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા હોવાની તસવીરો ઘણીવાર શેર કરતા રહે છે. અલ્લુ અર્જુન ફોર્બ્સ ઈન્ડિયા 100ની લિસ્ટમાં સ્થાન મેળવી ચૂક્યો છે. એવામાં કરોડોમાં કમાણી કરતા અલ્લુને પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ સાથે સમાધાન કરવું ગમતું નથી.

અલ્લુ અર્જુન પોતાની ફેમિલી સાથે હૈદરાબાદ જુબિલી હિલ્સ એરિયામાં વૈભવી ઘરમાં રહે છે. આ વૈભવી બંગલો 2 માળનો છે. આ ઘરમાં જોઈએ તે તમામ સુખ-સુવિધાની વ્યવસ્થા કરવામા આવી છે. ઘરમાં સ્પેશિયસ લિવિંગ રૂમ છે.

એક્ટરના ઘરના લિવિંગ રૂમમાં એક ડાર્ક ચોક્લેટી રંગનું કાઉચ છે, આ લિવિંગ રૂમમાં ઓપન વુડ કબાટ છે, જેને ફૂલની સાથે નાના છોડ અને ફેમિલી ફોટોઝ સાથે ડેકોરેટ કરવામા આવ્યો છે. એક્ટરના ઘરમાં ઓપન કિચન છે, જેમાં ઘણા ટોપ શેફ જમવાનું બનાવતા હોય છે.

કિચન પાસે જ મરુન વુડન ડાઈનિંગ ટેબલ છે. એક્ટરના દીકરા અયાનનું રૂમ પણ ઘણું શાનદાર છે. અહીં એક બેડ ઉપરાંત ઓપન તિજોરી અને દરવાજા છે, જેમાં રમકડા જોઈ શકાય છે.

અલ્લુ અર્જુનના ઘરમાં એક સ્વિમિંગ પૂલ પણ છે, તેની ઘણી તસવીરો તેના ઈન્સ્ટા પર પણ જોઈ શકાય છે. જેમાં તે બાળકો સાથે મસ્તી કરતો રહે છે. એક્ટર અને તેની ફેમિલી મોટાભાગે પૂલ અને ગાર્ડન એરિયામાં જ સમય પસાર કરે છે.

અલ્લુ અર્જુને બાળકો માટે વિશેષ ટીવી રૂમ બનાવ્યો છે, જ્યાં બાળકો કાર્ટૂન જોતા અને ગેમ રમતા જોવા મળે છે. તેઓ ઘરમાં ગ્લૉસી બ્લૈ બાર એરિયા પણ જોવા મળી શકે છે. એક્ટરના ઘરમાં ક્રિસમસથી લઈ હેલોવિન પાર્ટીઝને ધૂમધામથી સેલિબ્રેટ કરવામા આવે છે.

એક્ટરે વર્ષ 2020માં હૈદરાબાદમાં પોતાનું ડ્રીમ હોમ ખરીદ્યું હતું. આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. એક્ટરનું ઘર યુનિક અને સ્પેસિયસ છે. તે એક બોક્સ આકારનું છે. અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીએ પોતાનું ઘરનું ઈન્ટિરિયર આમિર અને હમીદા એસોસિએટ પાસે કરાવ્યું છે.

અલ્લુ અર્જુન સ્નેહાને પ્રથમવાર પોતાના એક મિત્રના લગ્નમાં મળ્યો હતો અને તેને દિલ દઈ બેઠો હતો. તે લગ્નમાં જ બંનેએ એકબીજાના નંબર મેળવ્યા, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો પરંતુ સ્નેહાના પિતાએ આ લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો.

અલ્લુએ સ્નેહાના પિતાને ઘણા મનાવ્યા બાદ તે આ લગ્ન માટે તૈયાર થયા અને 6 માર્ચ 2011ના તેમના લગ્ન શક્ય બન્યા.