ડૉક્ટર બનતા જ પતિ બદલાયો, પત્નીનો મિત્ર સાથે બનાવવા માગતો હતો ગંદો વીડિયો

નાલંદાઃ બિહારના નાલંદામાં પત્નીએ ડોક્ટર પતિ પર ગંભીર આરોપો મૂક્યા છે. સોહસરાય પોલીસ સ્ટેશનના એક ડોક્ટર પતિએ પોતાની પત્નીને મિત્રો સાથે સૂવાનું કહેતો હતો. પત્નીએ જ્યારે ના પાડી તો ડોક્ટરે પત્નીની છાતી તથા હાથ પર બ્લેડ મારી હતી. આ કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને સદર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

મહિલાનો આરોપ છે કે પતિ મિત્રની સાથે આપત્તિજનક હાલતમાં વીડિયો બનાવીને સમાજમાં બદનામ કરીને તેનાથી છૂટકારો મેળવવા માગે છે. મહિલાના સસરાએ પોલીસ સ્ટેશનમાં વહુ તથા તેના ભાઈ પર મારામારી કરી હોવાની ફરિયાદ કરી છે.

મહિલાના મતે, પતિના એક યુવતી સાથે નાઝાયઝ સંબંધ છે. બંનેએ પોલીસ ફરિયાદ કરી છે. આરોપી ગયા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કામ કરે છે. પત્નીએ કહ્યું હતું કે 2006માં તેમના લગ્ન થયા હતા. થોડાં વર્ષ બધું જ ઠીક ચાલ્યું હતું. તેમને 13 વર્ષની દીકરી તથા 11 વર્ષનો દીકરો છે. લગ્ન બાદ પતિ ડોક્ટર બન્યો હતો. પછી તે બદલાઈ ગયો હતો. તે પરિવારની મંજૂરીથી બીજા લગ્ન કરવા માગતો હતો.

ઈજાગ્રસ્ત મહિલાના મતે, છેલ્લાં કેટલાંક મહિનાથી સાસરીયા પણ તેને હેરાન કરતા હતા. પતિ અન્ય પુરુષ સાથે સૂવાનું કહેતો હતો. ના પાડે તો તેને અને બાળકોને માર મારતો હતો. થોડાં દિવસ પહેલાં તેના ભાઈની સામે જ પતિ અને સાસરિયાએ માર માર્યો હતો અને બ્લેડથી હુમલો કર્યો હતો.

ઇન્સ્પેક્ટર સુરેશ પ્રસાદે કહ્યું હતું કે મહિલાના નિવેદનને આધારે કેસ કરવામાં આવ્યો છે. મહિલાના સસરાએ પણ મારપીટનો કેસ કર્યો છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ડોક્ટર બન્યા બાદ પતિ બીજા લગ્ન કરવા માગતો હતો.