જૂના ઘરના ભંગારમાંથી યુવકે બનાવ્યું નવું ફર્નિચર, જુઓ અફલાતુન તસવીરો

કર્ણાટકના મેંગલોરમાં રહેતાં સમરાન ફર્નિચર બનાવવાનું કામ કરે છે. સૌથી રસપ્રદ વાત છે કે, તે ફર્નીચર બનાવવા માટે જૂના અને વપરાયેલાં લાકડાનો ફરી ઉપયોગ કરે છે. તેમણે જૂના-જર્જરિત થઈ ગયેલા ઘર અને બિલ્ડિંગોને ધ્વસ્ત કર્યા પછી જે લાકડા મળે તેનો તે ફર્નીચર બનાવવા માટે ઉપયોગ કરે છે.

32 વર્ષીય સમરાન અહમદનું કહેવું છે કે, ” જ્યારે પણ લોકો પોતાનું ઘર, કૈફે અથવા ઓફિસ માટે ફર્નિચર ખરીદી ત્યારે એવું ઇચ્છે છે કે, ફર્નિચર એકદમ નવું અને સારા લાકડાનું બનેલું હોય. ઘણીવાર ગ્રાહક એવો સવાલ કરે છે કે, ફર્નિચર કયા લાકડાનું બનેલું છે. પણ મારું માનવું છે કે, લોકોએ સમજી વિચારીને ફર્નિચર લેવું જોઈએ. કેમ કે આપણે પહેલાંથી જ લાકડાની અપૂર્તિ માટે પોતાના જંગલોને ઘણું નુકસાન પહોંચ્યું છે. હવે એકવાર વસ્તુનો ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ, જે ખોટું છે.”

સમરાન અહમદે કહ્યું કે, ” અમારો પરિવાર છેલ્લાં 40 વર્ષથી આ કામ સાથે જોડાયેલો છે. અમે લોકો સાથે તેમના જૂના અને જર્જરિત થઈ ગયેલા ઘરોને તોડવાનું કામ મળે છે. તે ઘર અથવા બિલ્ડિંગથી જે પણ બારી, દરવાજા નીકળે તેને તે ખરીદી લે છે. તેમના પિતા પહેલાં આ દરેક વસ્તુને ગ્રાહકને વેચી દેતા હતાં. હવે અમે તે દરેક વસ્તુનો ઉપયોગ કરીને અલગ-અલગ રીતનું ફર્નિચર બનાવીએ છીએ.”

બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરનારા સમરાન થોડાં વર્ષ દુબઈમાં નોકરી કર્યા પછી પોતાના વતન પાછા આવી ગયા હતાં. તેમણે કહ્યું કે, ‘‘લગભગ ચાર વર્ષ પહેલાં તેમણે પોતાના વ્યવસાયને સંભાળવાનો શરૂ કર્યો અને એક નવું રૂપ પણ આપ્યું. તેમની ફર્મનું નામ ‘સફા એન્ટરપ્રાઇઝીઝ ઇકો વુડ સોલ્યુશન્સ અને વ્યવસાયનો ઉદ્દેશ વસ્તુને રિડ્યૂઝ કરી રિયૂઝ અને રિસાયકલ કરવાનો છે.’’

સમરાને વધુમાં કહ્યું કે, ” જે પણ જૂના લાકડા મળે છે, તેને તે ભેગાં કરીને અહીં લાવે છે. આ પછી તેમના કારીગર દરેક લાકડાના સડેલા ભાગને અલગ કરી દે છે અને સારી રીતે સાફ કરે છે. પછી જે લાકડા વધે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે કહે છે કે, આ રીતે જૂના ઘર અથવા બિલ્ડિંગમાંથી મળતાં લગભગ 90 ટકા લાકડા અને અન્ય સામાનો તે ફરીથી ઉપયોગમાં લઈ શકે છે.”

તેમણે કહ્યું કે, ” અમે જે લાકડાની પટ્ટી મળી છે તેનો ઉપયોગ અમે નવું ફર્નિચર બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જે દરવાજા અને બારી થોડીક મહેનતથી સારા થાય છે તેને અમે સરખા કરી દઈએ છીએ. સાથે જ ઘણી જૂની વસ્તુને નવું રૂપ આપીએ છીએ. અમે એક ગ્રાહકના કૈફે માટે જૂના બારીમાંથી ટેબલ બનાવ્યા હતાં.”

આ ઉપરાંત તે જૂના લાકડાથી લોકોના ઘર માટે બારી, દરવાજા, વોર્ડરોબ અને અન્ય ફર્નીચર પણ બનાવે છે. તેમણે જણાવ્યું કે, લોકોને લાગે છે કે, લાકડાથી બનાવેલી વસ્તુ વધુ ચાલતી નથી, પણ એવું નથી. કેમ કે લાકડા જેટલા જૂના હોય છે એટલા સારા હોય છે. તેમણે જણાવ્યું કે, ”આજકાલ જૂના લાકડાં મળવા ખૂબ જ મુશ્કેલ છે. જો પહેલાં ઉપયોગ થઈ ગયેલું લાકડું ફરી ઉપયોગ કરીએ તો તે સસ્તુ હોવાની સાથે વધારે સમય સુધી ચાલે પણ છે. સાથે જ આવું કરવાથી ઝાડને કાપતાં પણ રોકી શકાય છે.”

આ સાથે જ તેમનો પ્રયત્ન છે કે, તે ગ્રાહકો મુજબ કામ કરે છે. તેમણે કહ્યું કે, આજકાલ #DIYનો ટ્રેન્ડ છે. લોકો પાસે ઘણાં આઈડિયા હોય છે, પણ સાધનોની કમી હોય છે. આવા લોકો માટે સમરાનનું ફર્મ કોઈ સપના કરતાં ઓછું નથી. કેમ કે, સમરાન તેના ગ્રાહકોના આઈડિયા મુજબ વિશ્વાસ રાખે છે.

તેમના એક ગ્રાહક અન્વિતા રાયે કહ્યું કે, ”મારે શહેરમાં એક ઝીરો વેસ્ટ કેફે છે. જ્યારે તેને શરૂ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે મેં શહેરમાં ઘણી જગ્યાએ ફર્નિચર જોયા હતાં. પણ મને ક્યાંય યોગ્ય લાગ્યા નહીં.

કેમ કે લગભગ દરકે જગ્યાએ લોકો એકદમ નવા લાકડાનો ઉપયોગ કરીને વસ્તુ બનાવી રહ્યા હતાં. મેં ઘણાં સેકન્ડહેન્ડ ફર્નિચરનો વિકલ્પ જોયો હતો. પણ કંઈ સમજી શકી નહોતી. કેમ કે દરેક જગ્યાએ લોકો એકદમ નવા લાકડાનો ઉપયોગ કરીને વસ્તુ બનાવી રહ્યા છે. મેં ઘણાં સેકન્ડ હેન્ડ ફર્નિચરનો વિકલ્પ પણ જોયો છે. પણ મને કંઈ સમજાયું નથી.”