જિમ ટ્રેનર પર ફીદા હતી ડૉક્ટરની પત્ની, બંને વચ્ચેના આડાસંબંધની તસવીરો આવી બહા

ફેમસ ડૉક્ટર, તેની સ્વરૂપવાન પત્ની અને જિમ ટ્રેનર કેસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. જિમ ટ્રેનર પર પાંચ દિવસ પહેલાં થયેલા અંધાધૂધ ગોળીબારની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કેસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

બિહારની રાજધાની પટનામાં જિમ ટ્રેનર વિક્રમ સિંહ પર થયેલાં ફાયરિંગમાં પોલીસે ઘટસ્ફોટ કર્યો છે કે આ ઘટના પાછળ ડૉક્ટરની પત્ની ખુશ્બુસિંહ જ માસ્ટર માઈન્ડ છે. એટલું જ નહીં તે છેલ્લાં ત્રણ મહિનાથી જિમ ટ્રેનરની હત્યાનું પ્લાનિંગ કરતી હતી. આ માટે ખુશ્બુસિંહે તેના પૂર્વ બોયફ્રેન્ડ મિહિરસિંહની મદદ લીધી હતી. જેણે બે શાર્પશૂટરને સોપારી આપી હતી. પોલીસે ડૉક્ટર રાજીવસિંહ અને તેની તેની ખુશ્બુસિંહની ધરપકડ કરી લીધી છે. મોડી સાંજે હાઈપ્રોફાઈલ કપલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે ખુલાસો કર્યો હતો કે જિમ ટ્રેનર વિક્રમ સિંહ તથા ખુશ્બૂ વચ્ચે એક સમયે અફેર હતું. ત્યાર બાદ ડોક્ટર પતિ વિક્રમ સિંહને આ અંગેની ખબર પડતાં તેણે જિમ ટ્રેનરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે પાંચ દિવસ પહેલાં શાપ શુટર્સે કરેલા ફાયરિંગમાં વિક્રમ સિંહને પાંચ ગોળીઓ વાગી હતી અને તે લોહી નીતરતી હાલતમાં જાતે સ્કૂટી ચલાવીને હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સદનસીબે ડૉક્ટરે બધી ગોળીઓ કાઢી લીધી હતી અને હાલ વિક્રમસિંહનો જીવ ખતરામાંથી બહાર છે.

ખુશ્બૂ પૂર્વ બોયફ્રેન્ડના સંપર્કમાં આવીઃ પોલીસે બીજો મોટો ઘટાડો એ કર્યો તો કે ખુશ્બુસિંહે જિમ ટ્રેનરને મારવા માટે તે પહેલાના બોયફ્રેન્ડનો યુઝ કર્યો હતો. ખુશ્બૂએ પોતાના પૂર્વ બોયફ્રેન્ડ મિહિર સિંહના સંપર્કમાં આવી હતી. બંનેની મિત્રતા છ વર્ષ જૂની છે. ડૉક્ટર પતિ પાસેથી પૈસા લઈને ખુશ્બૂએ મિહિરને આપ્યા હતા. મિહિરે જ પોતાના કઝિન સૂરજના માધ્યમથી બે શાર્પ શૂટર તૈયાર કર્યા હતા. આ સેટિંગ શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું હતું. અઢીથી ત્રણ લાખમાં આ ડીલ થઈ હતી, જેમાં 1 લાખ 85 હજાર રૂપિયા ખુશ્બૂએ કટકે કટકે આપ્યા હતા.

મિહિર દિલ્હી ભાગી ગયોઃ પોલીસના મતે, તેમણે બે ટીમ બનાવીને કેસની તપાસ કરી હતી. એક ટીમ ડોક્ટર તથા પત્નીના ભૂતકાળની તપાસમાં હતી તો બીજી ટીમ ગુનેગારોને શોધવામાં વ્યસ્ત હતી. એસએસપીની ટીમ ઘટનાસ્થળની તપાસ કરીને ગુનેગારો સુધી પહોંચી હતી. ગુનેગારો અગમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાગવત નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણમાંથી એક શૂટરે આ ફ્લેટ લીધો હતો. પોલીસને અહીં સુધી પહોંચવામાં 48 કલાક થયા હતા. ગુનેગારોને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ તેમના સુધી આવી જશે અને તેઓ ભાગવાની ફિરાકમાં હતાં.

પોલીસનો દાવો છે કે ગુનેગારોએ કોણે સોપારી હતી, તેના નામ લીધા છે. આખો પ્લાન પણ જણાવ્યો હતો. આ ગુનેગારોએ મિહિર સિંહનું નામ લીધું હતું. ઘટના બાદ મિહિર દિલ્હી ફરાર થઈ ગયો હતો. જ્યારે પરિવારે તેને બિહાર પરત આવવાનું કહ્યું ત્યારે તે આવ્યો હતો. તે ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગીને 20 મિનિટે ફ્લાઇટથી આવ્યો હતો. પોલીસે મિહિરની ધરપકડ કરી છે અને તેણે પણ તમામ વાતો કબૂલી લીધી છે. ગુનેગારોને બે મહિના પહેલાં રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે એકવારમાં કામ ના પત્યું તો મિહિર ગુનેગારો પાસેથી પૈસા લઈને આ ઝંઝટમાંથી નીકળવા માગતો હતો, પરંતુ આવું થયું નહીં અને આ કાંડ થઈ ગયો.

1875 વાર ખુશ્બૂ-વિક્રમ વચ્ચે વાત થઈઃ 1 સપ્ટેમ્બર, 2020થી મે, 2021 સુધી બે મોબાઇલ નંબરમાંથી ખુશ્બૂ સિંહ તથા વિક્રમ વચ્ચે 1875 વાર વાત થઈ હતી. અંદાજે 5.50 લાખ સેકન્ડની વાત છે. આ દરમિયાન રાજીવ તથા વિક્રમ વચ્ચે 13 વાર વાત થઈ છે. જે દિવસે વિક્રમ સાથે ખુશ્બૂની વાત બંધ થાય, તેના બીજા જ દિવસે ખુશ્બૂ મિહિર સાથે વાત કરતી હતી. મિહિર તથા ખુશ્બૂ વચ્ચે 900 કૉલ થયા છે અને 4 લાખ સેકન્ડ જેટલી વાત થઈ છે.

શૂટર્સના સીડીઆરનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું છે. મેન શૂટર અમને મિહિર સાથે ઘટના પહેલાં એટલે કે 17 સપ્ટેમ્બરે બેવાર ફોન પર વાત કરી હતી. બીજા શૂટર આર્યન તથા સાથી શમશાદ સાથે પણ મિહિરે વાત કરી હતી. આ તમામ કૉલ ડિટેલ્સ મળી છે. શમશાદ ગોવામાં મિસ્ત્રીનું કામ કરતો હતો. 5-6 મહિના પહેલાં પટના આવ્યો હતો. આર્યન ઘટનાાના એક દિવસ પહેલાં સૂરજને લઈને આવ્યો હતો. અમન પટનામાં રહીને ડિસ્ટન્સ લર્નિંગમાં એમબીએનો અભ્યાસ કરે છે અને સાથે ડિલિવરી બોયનું કામ કરે છે. અલગ અલગ મિટિંગ્સ કર્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પકડાઈ ગયેલા ગુનેગારો પાસેથી એક પિસ્તોલ, એક દેશી પિસ્તોલ, મેગેઝિન તથા ગોળી મળી આવી હતી. ઘટનાને અંજામ આપવા માટે બાઇકની ચોરી કરવામાં આવી હતી. આ કેસમાં હજી બે ગુનેગારોની ધરપકડ કરવાની બાકી છે.

પહેલાં ક્લીનચીટ આપી હતીઃ એસએસપીએ કહ્યું હતું કે ઘટનાની શરૂઆતમાં ડૉક્ટર તથા તેની પત્નીને ક્લીનચિટ આપી હતી. પોલીસ માનતી હતી કે બંને પતિ-પત્ની નિર્દોષ હોઈ શકે છે. પછી પુરાવા સામે આવતા ધરપકડ કરવામાં આવી હતી. હવે બંને જેલમાં છે. પૂછપરછમાં બધી જ વાતનો સ્વીકાર કર્યો હતો, પરંતુ વિક્રમ પર ગોળીબાર કરાવ્યો તે વાત સ્વીકારવાની ના પાડે છે. 18 સપ્ટેમ્બરે, ખુશ્બૂ-રાજીવે જે પુરાવો મૂક્યો હતો, તે જ એવિડન્સના આધારે બંનેની પોલીસે ધરપકડ કરી છે.

છની ધરપકડ, બે ગુનેગારો બાકીઃ 1.ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાજીવ કુમાર, સાઈ કેર સેન્ટરનો માલિક તથા પાટિલપુત્રમાં રહે છે. 2. ખુશ્બૂ સિંહ, ફિઝિયોથેરપિસ્ટની પત્ની( બંને પતિ-પત્ની આ ઘટનાના માસ્ટરમાઇન્ડ છે) 3. મિહિર સિંહ (ખુશ્બૂનો પૂર્વ બોયફ્રેન્ડ, દાનાપુરના નાસરીગંજના યદુવંશી નગરમાં રહે છે. 4. અમન કુમાર (શૂટર), કિશનપુર બેકુંડ, સમસ્તીપુર 5. આર્યન ઉર્ફે રોહિત સિંહ (શૂટર) જહાંગીરપુર, સોનપુર, સારણ. 6. મો. શમશાદ (શૂટર) ચેરિયા બરિયાપુર, બેગૂસરાય.

આ પહેલાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં જિમ ટ્રેનર વિક્રમસિંહે બુધવારે મીડિયામાં પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે ‘ખુશ્બૂ સિંહ સાથે મારી ઓળખાણ છે. હું સર (ડો.રાજીવ સિંહ)ને વર્ક આઉટ કરાવવા જતો હતો. આ દરમિયાન અમારી વાતચીત થતી હતી. થોડાં સમય બાદ જ હું તેનાથી અલગ થવા માગતો હતો.

મને ઠીક લાગતું નહોતું. હું દૂર જવા માગતો હતો પરંતુ તે બ્લેકમેલ કરવા લાગી હતી. ક્યારેક સુસાઇડની ધમકી આપતી ક્યારેક બીજી. ધીરે ધીરે હું દૂર જતો રહ્યો. તેમ તેમ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તે એમ કહેતી કે તે ઘરે આવીને હંગામો કરશે. મને ઘણો જ ડર લાગતો હતો. તે ઘરે પણ આવી હતી અને ઘણો જ ડ્રામા કર્યો હતો. હું દૂર જવા લાગ્યો અને પરિવારે સાથ આપ્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે હું જ્યાં કામ કરું છે, ત્યાં તે ઝઘડો કરશે. તે જિમમાં આવીને એક એક મહિનો બેસતી.’

નંબર બદલું તો પણ ખબર પડી જતીઃ ‘અમે ઘર છોડીને ભાગી ગયા હતા. નવો નંબર લેતો, પરંતુ તેને ખબર પડી જતી. તે ક્યાંથી નવો નંબર લેતી, તે ખબર પડતી નહોતી. જિમમાં હંગામો કરતી ક્યારેક ટીવી તોડવાની ધમકી આપતી. વિદ્યાર્થીઓ સામે પણ બખેડો કર્યો હતો. જ્યારે હું શૂટિંગ પર જતો ત્યાં પણ ફોન કરીને મને કામ ના મળે તેવું કહેતો. બહુ જ ટોર્ચર કરતી હતી.’

‘તે મારી સાથે જબરજસ્તી રિલેશન રાખવા માગતી હતી. હું આવું ઈચ્છતો નહોતો. જ્યારે હું તેને છોડીને ગયો તો તેણે એવું કહ્યું કે મેં તારી પાછળ જે પૈસા ખર્ચ્યા છે, તે પરત આપ. તેણે જે રકમ ખર્ચ કરી હતી કે તે એક સાથે અશક્ય હતી. મેં મારી ગાડી તથા ફોન વેચીને તે રકમ આપી હતી. રોકડ રકમ પણ આપી હતી અને થોડાં પૈસા તેના પતિ ડોક્ટર રાજીવના અકાઉન્ટમાં જમા કર્યા હતા. કુલ 85 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે પૈસા આપ્યા ત્યારે પૂછ્યું પણ હતું કે હવે તે હેરાન કરશે નહીં ને તો તેણે ના પાડી હતી.’

મારી ગર્લફ્રેન્ડ બનીને બધે ફોન કરતીઃ ‘તે જબરજસ્તી સંબંધો બાંધવા માગતી હતી અને હું તે સંબંધમાં રહેવા માગતો નહોતો. તેણે આ જ વાતનો ગુસ્સો મારી પર કાઢ્યો. જ્યારે હું પટના છોડીને ભાગી ગયો તો તેણે હજાર માણસોને ફોન કરીને કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ છું. મારી વાત કરાવી દો.’

મોડલિંગ તથા ફિલ્મમાં કામ કર્યું છેઃ વિક્રમ સિંહ માત્ર જિમ ટ્રેનર નથી. તેણે મોડલિંગ પણ કર્યું છે. 2015માં તે દેવ એન્ડ દિવાનો વિનર પણ રહી ચૂક્યો છે. મિત્રોના મતે, તેણે હિંદી તથા ભોજપુરીમાં કામ કર્યું છે. તેને સોંગ્સ પણ ગાયા છે. હિંદી તથા ભોજપુરીમાં તેના અનેક આલ્બમ આવ્યા છે. તેણે કોરસ ડાન્સર તરીકે રેપર બાદશાહ સાથે કામ કર્યું છે. સોનમ કપૂર તથા કરીના કપૂરના વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું છે. ક્રિતિ સેનનને પણ તે મળી ચૂક્યો છે.

રાજીવને જેડીયુમાંથી હટાવ્યોઃ પૂર્વ બોરિંગ કેનાર રોડની રાય જી ગલીમાં ડો. રાજીવનું સાઇ ફિઝિયોથેરપી સેન્ટર છે. બોલિવૂડ એક્ટર્સ તથા ક્રિકેટર્સ સાથે રાજીવને ફોટો પડાવવાનો શોખ છે. આદિત્ય પંચોલી, બોબી દેઓલ, જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ સાથે તેના ફોટો છે. રાજીવ રાજકારણમાં પણ છે. તે હાલના મુખ્યમંત્રી નિતિશ કુમારની પાર્ટી જેડીયુમાં ડોક્ટર્સ સંગઠનનો ઉપાધ્યક્ષ છે. જોકે, પોલીસે પતિ-પત્નીને અરેસ્ટ કર્યા એટલે જેડીયુએ રાજીવને હટાવી દીધો હતો અને આ અંગેની પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી.