લગ્ન કર્યાં બાદ યુવતીએ કહ્યું, માતા-પિતાની વાત ન માની એ મારી ભૂલ હતી

વધુ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. પ્રેમીએ દગો દેતા યુવતીએ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. યુવતીએ પરિવાર સામે જઈને 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પ્રેમી યુવતીને લગ્ન બાદ તેના ઘરે લઈ જતો નહોતો. એટલું જ નહીં દહેજ માટે ત્રાસ આપવા લાગ્યો હતો. અંતે 50 લાખ રૂપિયાની માંગથી કંટાળીને યુવતીએ જીવનલીલા સંકેલી લીધી હતી.

આ શોકિંગ બનાવ બિહારનો છે. પટણાના ફતુહામાં યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હતું. આ પહેલાં યુવતીએ પોતાની માતા નામે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે કહે છે-”મેં હંમેશા તમારા (માતા-પિતા)નો સાથ આપવાની જગ્યાએ તેનો સાથ આપ્યો. આ મારી ભૂલ હતી. હવે માફ કરી દો. જીવતી રહેવા માંગતી નથી. વારંવાર કહેવા છતાં તે ઘરે લઈ જતો નથી. ”

મૃતકની ઓળખ 20 વર્ષીય અનુરાધા કુમારી તરીકે થઈ છે. તે બીએની સ્ટુડન્ટ હતી. અનુરાધા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. બે બહેનોના લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા છે. તેના માતા-પિતા દીકરા સામે છોકરી જોવા ગયા હતા. દરમિયાન ઘરમાં એકલી અનુધારાએ આ@ત્મ હ@@ત્યા પહેલાં પોતાનો વીડિયો બનાવ્યો હતો અને પંખા સાથે લટકી ગઈ હતી.

બીજી તરફ વીડિયો વાઈરલ થતાં જ ઓક્રોશમાં લોકોએ શનિવાર સાંજે ત્રણ કલાક જબરદસ્ત પ્રદર્શન કર્યું હતુ. જેમાં સામેલ લોકોએ પ્રેમી રાહુલ રાજ ઉર્ફે કન્હૈયા કુમારની તાત્કાલિક ધરપકડની માંગ રાખી હતી. પોલીસે પ્રેમીની માતાની ધરપકડ કર્યા બાદ જ લોકો શાંત પડ્યા હતા.

લોકોએ જણાવ્યું હતું કે મૃતક અનુરાધા રાહુલ રાજ ઉર્ફે કન્હૈયા કુમારને પ્રેમ કરતી હતી. બંનેના પરિવારજનોના વિરોધ છતાં બંનેએ વર્ષ 2020માં કોર્ટમાં મેરેજ કર્યા હતા. આંતરજ્ઞાતિય લગ્ન હોવાના કારણે પરિવારના લોકો યુવતીને સ્વીકારવા તૈયાર નહોતા. એટલા માટે લગ્ન બાદ કન્હૈયા ક્યારેય પત્નીને પોતાના ઘરે લઈ ગયો હતો. અનુરાધા પિયરમાં જ રહેતી હતી. પરિવારજનોનું કહેવું છે કે કન્હૈયા અનુરાધા પાસે 50 લા રૂપિયાનું દહેજ લઈ લાવવાનું દબાણ કરતો હતો.