આ બ્લડગ્રુપના લોકો પર છે કોરોના વાયરસનો સૌથી મોટો ખતરો? શું કહે છે સ્ટડી? જાણો

કોરોના વાયરસ સાથે જોડાયેલાં એક અભ્યાસમાં આ વાત સામે આવી છેકે, આ વાયરસથી સૌથી વધારે ખતરો A બ્લડ ગ્રુપનાં લોકોને છે. જ્યારે O ગ્રુપનાં લોકોમાં આ વાયરસ સામે લડવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. ચીનમાં આ પ્રકારનો અભ્યાસ વુહાનનાં રેનમિન હોસ્પિટલ, જિનિંતાનન હોસ્પિટલ અને શેનઝેન હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે.

A બ્લડગ્રુપનાં 100માંથી 37 લોકો ચેપગ્રસ્ત : ચીનના રિસર્ચ મેગેઝીન MedRxivમાં છપાયેલાં આ અભ્યાસને ગ્લોબલ ટાઈમ્સે પબ્લિશ કર્યો છે. 2173 લોકો પર કરવામાં આવેલાં અભ્યાસ પર વુહાનમનાં સેંટ માઈકલ હોસ્પિટલનાં ડોક્ટર કહે છે, તેને એ રીતે જોઈ શકાય છેકે, ક્યાંય પણ 100 લોકો ઉભા હોય તો તેમાં 37 લોકો A બ્લડ ગ્રુપનાં છે. તો ત્યાં કોરોનાથી પ્રભાવિત થનારા લોકોમાં મોટાભાગનાં A ગ્રુપવાળા જ હશે.

અભ્યાસમાં 206 દર્દીઓની કરાઈ તપાસ: આ અભ્યાસમાં એવાં 206 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેઓ વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી 41.26 ટકા લોકોનું બ્લડગ્રુપ A હતુ. ફક્ત એક ચતુર્થાંશ લોકોનું બ્લડગ્રુપ O હતુ.

A બ્લ્ડગ્રુપનાં લોકોએ ગભરાવાની જરૂર નથી: તિયાનજીન શહેરમાં એક શોધકર્તા ગાઓ ચિંગ્ડાઈએ જણાવ્યુ, જો તમારું બ્લડગ્રુપ A છે, તો ગભરાવાની જરૂર નથી. તેનો મતલબ એ નથી કે, તમે 100 ટકા ચેપગ્રસ્ત હશો. જો તમે ટાઈપ O છો તો, તેનો મતલબ એવો પણ નથી કે, તમે સંપૂર્ણ સુરક્ષિત છો. તમારે હજી પણ તામારા હાથને ધોવાની અને અધિકારીઓ દ્વારા અપાયેલાં નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે.

B અને AB પર શું થશે અસર?: અભ્યાસ મુજબ, બ્લડ ગ્રુપ B અને AB વાળા લોકો પર કોરોનાં વાયરસની અલગથી કોઈ અસર થશે નહી, જોકે, O ગ્રુપવાળા કોરોનાની ચપેટમાં આવવાની સંભાવના ઘણી ઓછી છે.

ભારતીય ડોક્ટર્સનું શું કહેવું છે? : ચીનનાં અભ્યાસ પર ભારતીય ડોક્ટર્સે પોતાનું મંતવ્ય રાખ્યુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, અપોલો હોસ્પિટલનાં ડોક્ટર ગૌરવનું કહેવું છેકે, કોરોના નવો છે. એટલા માટે તેના પરિણામો પર પહોંચવું ઠીક રહેશે નહી.

તેમણે કહ્યુ, વાયરસનો સંબંધ નબળી રોગપ્રતિકારક શક્તિથી છે. વધારે ઉંમરવાળા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલા માટે તેમનું મોત વધારે થાય છે. કોરોના એટેક તમારા અંદરનાં રોગો સામે લડવાની ક્ષમતા પર નિર્ભર કરે છે.