ટ્રેનમાં શરૂ થયો હતો પ્રેમ, અંજામ એવો કે ભલભલા થથરી ગયા

કવિ દીપક નિરાલાની મિત્રતાની સફર રૂબી સાથે લખનઉ જતાં સમયે ટ્રેનમાં શરૂ થઈ હતી. આ ચાર વર્ષના લગ્નજીવન બાદ રૂબીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હવે પતિ, પત્નીની હત્યાના કેસમાં જેલમાં છે. આ બનાવે ચકચાર મચાવી છે. ફિલ્મની સ્ટોરીને ટક્કર આપે એવી રિયલ સ્ટોરીએ ભલભલાને ચોંકાવી દીધા છે. આ બનાવથી પરિવાર પણ ધ્રુજી ઉઠ્યો છે. વાંચો સિલસિલાબંધ વિગતો…

શું છે સમગ્ર ઘટના?
આ થ્રિલર બનાવ ઉત્તર પ્રદેશના મેરઠનો છે. અહીંના સરધનાના ગંજ બજારમાં રહેતા કવિ દીપક નિરાલાએ વિવિધ વિભાગમાંથી માહિતી લેવા માટે ઘણી આરટીઆઈ અરજી કરી હતી. આ જ કારણે તે અવારનવાર લખનઉથી પ્રયાગરાજ (અલ્હાબાદ) આવતો જતો હતો. આ જ રીતે એકવાર ટ્રેનમાં તે લખનઉ જતો હતો. ટ્રેનમાં તેની મુલાકાત લખનઉમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી રામચંદ્ર પરિવાર સાથે થઈ હતી. રામચંદ્રની સાથે દીકરી રૂબી પણ હતી. દીપકે વાતવાતમાં રૂબીનો નંબર લીધો હતો. બંને વચ્ચે વાત થવા લાગી અને મિત્રતમાં પ્રેમમાં પરિણમી હતી.

દીપકના પરિવારને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો, પરંતુ રૂબીના પરિવાર આ માટે તૈયાર નહોતા. જોકે, અંતે દીકરીની જિદ આગળ પરિવાર ઝૂકી ગયો હતો. રૂબીના પરિવારનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. ચાર વર્ષ પહેલાં રૂબી તથા દીપકના લગ્ન થયા હતા. થોડાં સમય બાદ દીકરીનો જન્મ થયો હતો. દીકરી એક વર્ષની થતાં ધામધૂમથી જન્મદિવસ મનાવ્યો હતો. જોકે, દીકરીનું અગમ્ય કારણોસર મોત થયું હતું.

દીપકના પિતા રાજકુમારનું અવસાન થતાં તેમની સંપત્તિ બંને ભાઈ વચ્ચે વહેંચાઈ હતી. ગુડ્ડુ તથા દીપકના ભાગમાં સમાન હિસ્સે સંપત્તિ આવી હતી. દીપકે છાવણી મહોલ્લામાં 200 વારનો પ્લોટ લીધો અને તેમાં ત્રણ માળનું મકાન બનાવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર પેપર પ્લેટ બનાવવાનો કારોબાર શરૂ કર્યું હતું.

લૉકડાઉનમાં આ બિઝનેસ ઠપ્પ થઈ ગયો અને નુકસાન થયું હતું. આર્થિક તંગીને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દીપક જેને પ્રેમ કરતો હતો, કંટાળીને તેણે તેની જ હત્યા કરી નાખી હતી. રૂબીની હત્યાના ગુનામાં દીપક હાલ જેલમાં છે.