માત્ર બે મિનિટમાં આખા પરિવારનો સફાયો, નજરે જોનારા ધ્રુજી ઉઠ્યા

એક જ પરિવારના 8 લોકોના કારમા મોતથી આખું ગામ હિબકે ચઢ્યું છે. બાળકી સહિત 3 લોકો ઘાયલ છે. આ ભયાનક ઘટના શુક્રવાર 22 ઓક્ટોબરના રોજ બની હતી. મૃતકોમાં ચાર પુરુષો, 3 મહિલા તથા 1 બાળક સામેલ છે. આ તમામ લોકો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના નગલા અનૂપ ગામના છે. આ તમામ રાજસ્થાનમાં ગોગા મેડીના દર્શને જતા હતા. પોલીસે ત્રણ કલાકની મહેનત બાદ લાશ કાઢી હતી. અહીંયા વધુ એક અકસ્માત થતાં ડ્રાઇવરનું મોત થયું હતું. આ વ્યક્તિ અકસ્માત થયો તે જોવા માટે ઊભો રહ્યો અને તે સમયે ટ્રક અકસ્માત થતાં કાર ડ્રાઇવરનો જીવ જતો રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, દિલ્હીથી નજીક આવેલા બહાદુરગઢ વિસ્તારમાં કેએમપી એક્સપ્રેસ વે પર સવારે ચાર વાગે અકસ્માત થયો હતો. અહીંયા બાદલી ગુરુગ્રામ રોડ પર ફારુખનગરની પાસે એસયુવી અર્ટિગા કાર ઊભી હતી. કારમાંથી કેટલાંક મુસાફરો બાથરૂમ જવા માટે નીચે ઉતરી રહ્યાં હતાં અને ત્યારે જ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.

બે મિનિટની અંદર રોડ પર ચીસાચીસ થઈ ગઈ હતી. પરિવારના સભ્યો ટપોટપ મરી ગયા હતા. જોત જોતામાં 8-8 લોકોના મોત થયા હતા. કાર ડ્રાઇવર તથા મહિલા નીચે હોવાથી તે બચી ગયા હતા. આ ઉપરાંત અઢી વર્ષની બાળકીના પગમાં ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કારમાં બેઠેલા તમામ લોકો રાજસ્થાનમાં દર્શન માટે ગયા હતા.

બાળકીએ મમ્મી-પપ્પા ને મામાનું નામ કહ્યુંઃ પોલીસે કહ્યું હતું કે હજી સુધી મૃતકોની ઓળખ થઈ નથી. બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષની બાળકી એડમિટ છે. તેણે પોતાના પપ્પાનું નામ ઉમેશ તથા મમ્મીનું નામ આરતી કહ્યું છે. તેણે મામાનું નામ મિન્ટુ જણાવ્યું છે. પરિવાર અંગે વધુ માહિતી મેળવવામાં આવી છે.

ટ્રકે ટક્કર મારી, કાર ગોથું ખઆઈને બીજી બાજુ પડીઃ ભાડે કરેલી કારમાં 11 લોકો હતા. ઝડપથી આવતી ટ્રકે ટક્કર માર્યા બાદ કારે અનેક ગોથા ખાધા હતા. તેનું ઉપરનું પતરું નીકળી ગયું હતું. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. રસ્તે જનારા લોકોએ રેસક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું અને કારમાંથી ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. એક બાળકીના શ્વાસ ચાલતા હતા અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

કેએપી પર એક જ ઝાટકે 9ના મોતઃ આ ઘટનામાં વધુ એકનો જીવ ગયો છે. કહેવાય છે કે ઘટનાસ્થળે એક ઇકો કાર પસાર થતી હતી, ચાલક કાર ધીમી કરીને અકસ્માત જોતો હતો. આ સમયે અચાનક જ ટ્રકની ઇકો કાર સાથે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ડ્રાઇવરનું મોત થયું હતું. આ ઘટના જેને પણ જોઈ તેના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. ગાડીનું છાપરું ઉડી ગયું હતું. કેએમપી પર પહેલી જ વાર અકસ્માતમાં 9-9 લોકોના જીવ ગયા છે.