દુલ્હાને જોઈ ફ્લાઇંગ કિસ કરવા લાગી સુંદર દુલ્હન, દરેક લોકોનું જીતી લીધું દિલ

જ્યારે પણ કોઈ છોકરીના લગ્ન નક્કી થાય છે ત્યારે તે લગ્નની આતુરતાથી રાહ જુએ છે. છોકરો પણ દુલ્હો બનીને જાન લઈને પોતાની દુલ્હનના ઘરે પહોંચવા ખૂબ જ ઉત્સુક હોય છે. લગ્નના દિવસે દુલ્હો જાન સાથે વેન્યૂ પર પહોંચી જાય છે ત્યારે દુલ્હન પણ તેને જોવા માટે ખૂબ જ આતુર હોય છે. આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હો પોતાની જાન લઈને વેડિંગ વેન્યૂ પર પહોંચી જાય છે ત્યારે દુલ્હન તેને ફ્લાઇંગ કિસ કરવા લાગે છે.

ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હો પોતાની જાન લઈને પહોંચે છે. ત્યારે દુલ્હન ખૂબ જ ઉત્સુક થઈ જાય છે. બાલકની પર પોતાના દુલ્હાની રાહ જોતી દુલ્હન ખુશીથી ઝૂમી ઉઠે છે અને તેને ફ્લાઇંગ કિસ આપવા લાગે છે.

દુલ્હને ખૂબ જ શાનદાર રંગનો લહેંગો પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લાલ રંગના જોડામાં દુલ્હન નીચે ઊભેલાં કેટલાક લોકોને બૂમો પાડી પાડીને ઉપર બોલાવે છે. જેવો દુલ્હો ઉપર જોવે છે ત્યારે દુલ્હન તેને ફ્લાઇંગ કિસ કરવા લાગે છે.

દુલ્હા અને દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર વિટી વેડિંગ નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં લોકો તેને ખૂબ જ લાઇક કરી રહ્યા છે.

આ વીડિયો શેર કરી તેમને કેપ્શનમાં લખ્યું કે, દુલ્હન છુપાઈ છુપાઈને જાનને આવતી જોઈ રહી છે. પોતાના દુલ્હાની રાહ જોઈ શકતી નથી. આ વીડિયો પર ઘણાં યૂઝર્સે પણ પોતાની પ્રકિયા આપી છે.