રાજકોટમાં પતિના ત્રાસથી યુવતીએ રડતા રડતા 5 વર્ષના પુત્ર સાથે બનાવ્યો વીડિયો - Real Gujarat

રાજકોટમાં પતિના ત્રાસથી યુવતીએ રડતા રડતા 5 વર્ષના પુત્ર સાથે બનાવ્યો વીડિયો

હાલ સોશિયલ મીડિયામાં રાજકોટની એક યુવતીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીને તેનો જ પૂર્વ પતિ હેરાન કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે. યુવતીએ રડતા રડતા પોતાના 5 વર્ષના પુત્ર સાથે વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પૂર્વ પતિ સામે આક્ષેપો કર્યા છે. યુવતીએ જણાવ્યું હતું કે, છૂટાછેડા બાદ પણ પતિ સોશિયલ મીડિયામાં બદનામ કરી રહ્યો છે. જેના કારણે જીવવું બન્યું મુશ્કેલ બની ગયું છે.

સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી યુવતીએ જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં કોઈની પાસે એટલો ટાઈમ ન હોય કે કોઈ કોઈની વાત સાંભળે, મારી મજબૂરી છે કે મારે સોશિયલ મીડિયામાં આવવું પડ્યું. મારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે હું કેસ કરું. જેથી મારે મજબૂરીમાં સોશિયલ મીડિયામાં આવી મારું દુખ કહેવું પડે છે. આ મારો ચાર વર્ષનો દીકરો છે જો આ ન હોત તો મે સુસાઈડ કરી લીધી હોત. બે ત્રણવાર પ્રયાસ કર્યો પણ મારા દીકરીના ચહેરો સામે આવી જાય છે. મારા લગ્ન થયા તેને ઘણા વર્ષો થઈ ગયા છે. બે મહિના પહેલા જ મારા છૂટાછેડા થયા છે. મારા પૂર્વ પતિ હજુ પણ માનસિક ત્રાસ આપે છે.

વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ થોડી ટાઈમ બધુ સારું ચાલતું હતું. પછી ઝઘડાઓ થવા લાગ્યા હતા. લગ્નના આઠ મહિનામાં જ અમારે અલગ રહેવા જવું પડ્યું હતું. અમે ગાંધીધામ રહેવા જતા રહ્યા ત્યાં મારું ફ્રેન્ડ સર્કલ સારું હતું મને ખૂબ જ સપાર્ટ કર્યો. ત્યાં પણ મારા પતિનું અફેર હતું. મારા પર હાથ પણ ઉપાડતા હતા. ત્યારે મે બધુ જતુ કર્યું હતું. મારા ભાઈની સામે હાથ ઉપાડ્યો હતો. જેથી મને રાજકોટ લઈને આવી ગયો હતો. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે અમારા ખૂબ જ ઝઘડા થતા હતા. પાંચ મહિનાનો ગર્ભ હતો છતાં માર મારતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, હું સ્ટોક માર્કેટમાં સારી નોકરી કરતી હતી. ડિલિવરીના કારણે મારે નોકરી છોડવી પડી હતી. જ્યારે ફરી નોકરી પર જવાનું થયું ત્યારે મારા પતિએ કહ્યું કે, આપણે બંને એક ઈન્ડિસ્ટ્રીમાં ન જાઈએ. જેથી મારે નોકરી છોડવી પડી. ત્યારબાદ ફોશન ઈન્ડિસ્ટ્રી જોઈન્ટ કરી ઘણા ફેશન શો કર્યા અને એવોર્ડ પણ જીત્યા હતા. દરમિયાન મારા પર ઘણી શંકાઓ રાખવામાં આવતી હતી અને મારઝૂડ પણ કરતા હતા. પતિઓએ માર માર્યા બાદ મારા માનેલા ભાઈ પાસે ગઈ તો પતિની સાથે રહેવા જેવું ન હોવાનું કહ્યું હતું. મારા મિત્રોએ બહું સપોર્ટ કર્યો. ત્યારબાદથી તમામ હદો પાર કરવામાં આવી અને ચારિત્ર્ય પર શંકા કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, અમારી પોતાની ચેનલ શરૂ કરી જેમાં મે સારી રીતે રોલ પ્લો કરીને કામ કર્યું. આ દરમિયાન સતત ઝધડાઓ ચાલું રહેતા હતા. મારી એક નજીકની મિત્ર આ બધુ જ જાણે છે. તેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો. તેને પણ ખરાબ સીન આપવા માટે કહેવામાં આવતા તેણે પણ છોડી દીધું હતું. આ દરમિયાન મારા પર ખબૂ જ શંકાઓ રાખવામાં આવી હતી. દેવદિવાળીના દિવસે મને માર માર્યો અને પગમાં બટકું ભર્યું હતું. જે મારાથી સહન ન થતું હોવાથી મારા માતા-પિતાના ઘરે જતી રહી હતી. શુટિંગના સમયે તમામ વસ્તુઓ પણ હટાવી દીધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મે નક્કી કરી લીધું હતું હું હવે તેના ઘરમાં નહીં જાવ. ક્રિસમસના દિવસે અમારી છેલ્લી મુલાકાત હતી તેમાં પણ તેના પપ્પા મને મારવા આવ્યા હતા. મારી સાથે ખબૂ જ મિસબિહેવ કર્યું હતું. ત્યારબાદ મારા ભાઈને તેને ઓફિસે બોલાવ્યો હતો અને કહ્યું હતું કે મારી બહેનને હવે તારી સાથે નહીં રહેવું અને છૂટાછેડા આપી દે. જેથી તે મારવા દોડ્યો હતો અને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું અને પોલીસ કેસ કર્યો હતો. બે મહિના પહેલા જ મારા છૂટાછેડા થયા છે. છતાં પણ હજી ફોન કરે છે અને શંકા કુશંકા કરે છે. હજુ પણ માનસિક ત્રાસ આપે છે. લખાણ પણ એવું જ થયું છે કે, દીકરીની કસ્ટડી મારી પાસે રહેશે. એક વખત મારે તેની જાહેરમાં મળવા લઈ જવાનો છે.

વધુમાં જણાવ્યું હતું કે, દીકરીને રેસકોસ લઈ જવાને લઈને પણ ઝઘડો કર્યો હતો. આ બધામાં જેણે પણ મને સપોર્ટ કર્યો છે તેને મારા પતિએ હેરાન કર્યા છે. મારા પિતાને પણ ટોર્ચર કર્યા છે. હજુ પણ માનસિક ત્રાસ આપી રહ્યો છે. હવે સહન નથી થતું. આજે પણ કોલ કર્યો તેમાં મારા ચારિત્ર્ય પર શંકાઓ કરી છે. જો આમ જ મારી પર ટોર્ચર થશે તો મારા 4 વર્ષના દીકરાને મૂકીને સુસાઈડ કરવું પડશે.

You cannot copy content of this page