બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરાનું વજન કેમ વધ્યું હતું? નીતા અંબાણીએ કર્યો મોટો ખુલાસો - Real Gujarat

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરાનું વજન કેમ વધ્યું હતું? નીતા અંબાણીએ કર્યો મોટો ખુલાસો

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણીનો 10 એપ્રિલે 25મો જન્મ દિવસ હતો. અનંતનો જન્મ 10 એપ્રિલે 1995માં મુંબઇમાં થય હતો. 6 વર્ષ પહેલા અનંતનો 175 કિલોગ્રામ વજન હતો. આ કારણે લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો પરંતુ હવે માત્ર 18 મહિનાની મહેનતથી અનંતે પોતાનું વજન ઘટાડી લીધું હતું. જોકે હાલની સ્થિતિમાં ફરીથી અનંતનું વજન ફરીથી વધી ગયું છે.

મુકેશ અંબાણીના ત્રણ બાળકો છે, ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી. અનંત સૌથી નાનો દિકરો છે. 2016માં અનંતે પોતાનું વજન ઘટાડવાથી લઇને મુશ્કેલ ડેઇલી રૂટીન અપનાવ્યું હતું. 6 વર્ષ પહેલા સુધી અનંતનું 175 કિગ્રા વજન હતું.

અનંતની મમ્મી નીતા અંબાણીએ એક પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, ક્રોનિક અસ્થમાને કારણે અનંતને હાઇ ડોઝની દવા લેવી પડતી હતી. જેનાથી મોટાપાની ફરિયાદ થઇ. 2013માં આઇપીએલનો મેચ હતો. તેઓએ 18 વર્ષના દિકરા અનંતને કહ્યું મુંબઇ ઇન્ડિયન્સ જીતી તો તારે ટ્રોફિ લઇ જવાની હશે. અનંતે આવું જ કર્યું. ટ્રોફિ લેતા સમયે અનંતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ મજાક બનાવી તેને ટ્રોલ કર્યો હતો. બાદમાં અનંતે વજન ઘટાડવાનો સંકલ્પ લીધો હતો.

અનંતનું વજન ઘટાડવામાં ફિટનેસ ટ્રેનર વિનોદ ચન્નાએ મદદ કરી હતી. અનંતે કાર્ડિયો પર 21 કિમી રોજ વર્કઆઉટ કર્યું. અનંતે ફિટનેસ માટે યોગનો પણ સહારો લીધો હતો. યોગ ગુરુઓના મતે રેગ્યુલર યોગથી વજન ઘટાડી શકાય છે.

કેલરી બર્ન કરવા માટે વેટ ટ્રેનિંગ પણ એક રસ્તો છે. તેનાથી બોડીના મસલ્સ ફિટ થવા લાગે છે. મસલ્સને ફિટ રાખવા માટે અનંતે ફંક્શનલ ટ્રેનિંગ પણ લીધી. બોડીની સ્ટેબિલિટી વધારવા માટે તેઓએ સ્ટ્રેચિંગ કરી.

ફેટ બર્ન કરવા માટે અનંતને હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઈઝ ખુબ જ મદદગાર સાબિત થઈ. તેનાથી તેની હાર્ટ રેટ વધી અને ઓછા સમયમાં વધુ ફેટ ઘટ્યું. મેટાબોલિઝમથી મજબૂત થયા.

વજન ઘટાડવા માટે ખાસ પ્રકારના ડાએટ પ્લાન હોવું જરૂરી છે. અનંતે શુગરલેસ અને લોકાર્બોહાઇડ્રેડ ડાઈટને ફોલો કર્યું. બ્રેડ, સ્વીટ, પાસ્તા અને સોફ્ટ ડ્રિંક પીવાનું એકદમ બંધ કરી દીધું.

ઉલ્લેખનીય છે કે અંબાણીના બે બાળકોના લગ્ન થઇ ચૂક્યા છે. અનંતના લગ્ન રાધિકા મર્ચન્ડ સાથે નક્કી છે પરંતુ હજુ તારીખ સામે આવી નથી કે ક્યારે રાધિકા અંબાણી પરિવારની નાની પુત્રવધુ બનશે.