ગુજરાતની જાણીતી સપના વ્યાસનું 19 વર્ષની ઉંમરે હતું 86 કિલો વજન ને આજે..... - Real Gujarat

ગુજરાતની જાણીતી સપના વ્યાસનું 19 વર્ષની ઉંમરે હતું 86 કિલો વજન ને આજે…..

અમદાવાદ: ગુજરાતનો ફેમસ ચહેરો એવો સપના વ્યાસ 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. સપના વ્યાસના કહ્યાં પ્રમાણે, હું મારી ભત્રીજીને લઈને બહાર ફરવા ગઈ હતી તે દરમિયાન લોકોએ મને તેની માતા સમજી લીધી હતી. આ ઘટનાથી મને મોટો આઘાત લાગ્યો હતો ત્યાર બાદ મેં વજન ઘટાડવા પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું.

એક ખાનગી અખબાર સાથે વાતચીતમાં સપનાએ જણાવ્યું હતું કે, મેં રોજ ચુસ્ત ડાયટ ફોલો કરવાનું શરૂ કર્યું. રોજ કસરત કરવાનું શરૂ કર્યું અને એક જ વર્ષમાં વજન 86 કિલોથી માત્ર 35 કિલો કરી નાખ્યું હતું. છેલ્લા 8 વર્ષથી મેં વજન વધવા દીધું નથી. જીવનમાં બીમારી હોય કે કંઈ પણ ઘટના હોય તેની અસર મેં મારા આરોગ્ય અને વજન પર પડવા દીધી નથી.

માત્ર એક જ વર્ષમાં જોરદાર પરિશ્રમ અને મક્કમ નિર્દાર કરીને તેણે વજનમાં 33 કિલોનો ઘટાડો કર્યો હતો. હાલ ઈન્સ્ટાગ્રામ પર સપનાના 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તે ભારતના સ્પોર્ટ્સ ઓથોરિટીના જનરલ બોડીના 16 સભ્યો પૈકી એક છે.

ગુજરાતની પહેલી મહિલા જે તેની ફીટનેસના કારણ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની હોય. સપના વ્યાસની વેઈટ લોસ જર્ની પોતાની હેલ્થને લઈને ચિંતિત એવી તમામ મહિલાઓ માટે પ્રેરણદાયક છે.

You cannot copy content of this page