ઈઝરાયેલની લાલ કોબીજમાંથી આ ગુજરાતી ખેડૂત વર્ષે અંદાજે 20 લાખની કરે છે કમાણી

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિદ્ધ પામ્યું છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહીં પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તેમજ રાજ્યના ખેડૂતો નવીનતમ ખેત પદ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટરની સ્થાપના વર્ષ 2013માં સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ ગામના ખેડૂત સમીર પટેલ લગભગ રૂપિયા 20 લાખની શાકભાજી પકવે છે. સમીર પટેલે કહ્યું હતું કે, આ સેન્ટર ઓફ એક્સેલન્સફોર વેજીટેબલ ખેડૂતો માટે ખુબ મહત્વનું પુરવાર થયું છે. ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે.

હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અદ્યતન પ્લગ નર્સરી અનુક્રમે 2000 ચો.મી તેમજ 500 ચો.મીની પણ બનાવવામાં આવેલ છે. જેના દ્વારા ખેડુતો રાહતદરે સારું ધરૂં મળે છે.