21 કરોડના ‘સુલતાન’નું હાર્ટ અટેકથી થયું મોત, ઉંમર હતી માત્ર 12 વર્ષની, કમાવી આપો લાખો રૂપિયા

હરિયાણાની શાન કહેવાતા કેથલના લોકપ્રિય સુલતાન પાડાનું થોડાં સમય પહેલાં મોત થયું હતું. સુલતાન પશુ મેળમાં પોતાના માલિકનું જ નહીં, પરંતુ આખા રાજ્યનું નામ રોશન કર્યું છે. સુલ્તાન માટે 21 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. જોકે, હવે પશુપ્રેમીઓને ક્યારેય સુલ્તાનનો જલવો જોવા મળશે નહીં. કહેવાય છે કે હાર્ટ અટેકને કારણે પાડાનું મોત થયું છે.

દુનિયાનો સૌથી ઊંચો પાડોઃ સુલતાનના માલિક નરેશ બેનીવાલના મતે, તેમનો સુલ્તાન મુર્રા નસ્લનો દુનિયાનો સૌથી લાંબો તથા ઊંચો પાડો હતો. સુલ્તાનનું વજન 1700 કિલો તથા ઉંમર 12 કિલો હતી.

સુલતાન એકવાર બેસી જાય તો 7-8 કલાક સુધી બેસી જ રહેતો હતો. તેણે અનેક સ્પર્ધાઓ જીતી હતી. જોકે, તેના મોતથી પરિવાર આઘાતમાં છે.

સુલતાનની ખાસિયત હતી કે તે રોજ 10 કિલો દાણા તથા આટલું જ દૂધ પીતો હતો. આ ઉપરાંત તે 35 કિલો લીલું ઘાસ ખાતો હોત. આ ઉપરાંત જે સફરજન તથા ગાજર પણ ખાતો હતો. માલિકના મતે સુલ્તાન રોજ 3000 રૂપિયાનો ચારો ખાતો હતો. જોકે, માલિક ઈનામ તથા સીમનના માધ્યમથી લાખો રૂપિયા કમાતો હતો.

21 કરોડની કિંમત બોલાઈ હતીઃ સુલતાનની કિંમત વધુ હોવાને કારણે ભેંસને પ્રેગ્નન્ટ કરવા માટે દરેક પુશપાલક સુલતાનનું સીમન ખરીદવા ઈચ્છતા હતા અને આ સ્પર્મ લાખોમાં વેચાતું હતું. સુલ્તાન હજારો સીમન ડોઝ આપતો હતો અને પ્રતિ ડોઝ 300 રૂપિયા વેચાતો હતો.

આ રીતે વર્ષે લાખોની કમાણી થતી હતી. પુષ્કર મેળામાં વિદેશીએ સુલતાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી, પરંતુ માલિકે વેચવાની ચોખ્ખી ના પાડી હતી.

સુલતાન એક મ્યૂઝિક આલ્બમમાં જોવા મળ્યો હતો. પાડાા મોત પર માલિકે કહ્યું હતું કે તેઓ ઘણાં દુઃખી છે. તેઓ પ્રયાસ કરશે કે કોઈ પાડાને તેના જેવો બનાવવામાં આવે, પરંતુ તેની ઊણપ ક્યારેય પૂરાશે નહીં.