પ્રેમિકાને જીભથી ચાટતો જોવા મળ્યો બોલિવૂડનો આ જાણીતો હીરો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અભય દેઓલ વર્કફ્રન્ટ ઉપરાંત અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સો.મીડિયામાં અભય દેઓલ તથા શિલો શિવ સુલેમાનની ઇન્ટીમેટ તસવીરો વાઇરલ થઈ છે. તસવીરોમાં બંને ઘણાં જ ક્લોઝ જોવા મળે છે. બંનેની આ રોમેન્ટિક તસવીરો ચાહકોને તેમના સંબંધો અંગે વિચારવા મજબૂર કરે છે. ઉલ્લેખનીય છે કે અભય દેઓલ, ધર્મેન્દ્રનો ભત્રીજો છે અને એ રીતે તે સની-બોબીનો કઝિન થાય છે.

અભય-શિલોની તસવીર વાઇરલઃ આ તસવીરો અભયે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. અભય તથા શિલોની ઇન્ટીમેટ તસવીરો જોયા બાદ બંને એકબીજાના રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અભય દેઓલ સેલિબ્રિટી મેનેજર સાઇરીના મામિકને ડેટ કરતો હતો.

શિલો શિવ બોલ્ડ તસવીરો શૅર કરે છેઃ ઉલ્લેખનીય છે કે શિલો શિવ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ઘણીવાર બોલ્ડ તસવીરો શૅર કરતી હોય છે. એક તસવીરમાં તે ટોપલેસ અંદાજમાં જોવા મળી હતી. અભયે શિલો સાથેની તસવીરો શૅર કરીને Fluid, free, flowing, creative, soothing, fun, fearless, sensual, calming, inspiring, dynamic, talented, sexy કહ્યું હતું.

પ્રીતિ દેસાઈને 4 વર્ષ ડેટ કરીઃ અભય દેઓલના સંબંધો પ્રીતિ દેસાઈ સાથે હતા. આ સંબંધો ચાર વર્ષ ચાલ્યા હતા અને બંને લીવ ઇનમાં રહ્યા હતા. આ સંબંધોત તૂટ્યા બાદ અભયના સંબંધો મામિક સાથે બંધાયા હતા અને આ સંબંધ બે વર્ષ ચાલ્યો હતો. ચર્ચા છે કે લૉકડાઉનમાં સાઇરીના મામિક, અભય દેઓલના ઘરમાં રહેતી હતી.