રાજા-મહારાજાની જેમ ટેશથી રહે છે આ પાડો, રોજ પીએ છે અલગ-અલગ બ્રાન્ડનો દારૂ

હરિયાણાઃ હરિયાણાના કૈથલ જિલ્લાનો આ પાડો કોઈ રાજા મહારાજા નથી. જોકે, તેના શોખ કોઈ પણ રાજા મહારાજાને શરમાવે એવા છે. તે જાહોજલાલીમાં રહે છે. સામાન્ય વ્યક્તિઆ રીતે જીવવાનું વિચારી પણ શકે તેમ નથી. તેનો રોજનો ખર્ચ ત્રણ હજારની આસપાસ છે. આટલું જ નહીં આ પાડાએ અત્યારે સુધી અનેક નેશનલ અવોર્ડ જીત્યા છે. આ પાડાને કારણે તેનો માલિક નરેશ વર્ષે 1 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આ પાડાનું નામ સુલ્તાન છે. આ પાડાનું વજન 1200 કિલો એટલે કે 12 ક્વિટલ છે. તેની ઊંચાઈ છ ફૂટ છે. સામાન્ય રીતે આવો પાડો જોવા મળતો નથી. સુલ્તાનના માલિક નરેશે દાવો કર્યો છે કે મુર્રા નસ્લનો સુલ્તાન દુનિયાનો સૌથી લાંબો તથા ઊંચો પાડો છે.

બે લાખમાં ખરીદ્યો હતોઃ પાડો જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે નરેશે તેને 2 લાખ 40 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. આજે સુલ્તાન સાત વર્ષ 10 મહિનાનો થઈ ગયો છે.

કેવો છે સુલ્તાનનો ખોરાકઃ સુલ્તાનના માલિક નરેશે કહ્યું હતું કે પાડાનો ખોરાક એટલો બધો છે કે સામાન્ય ગાય કે ભેસ કે કોઈ વ્યક્તિ આટલું ખાઈ શકે તેમ નથી. સુલ્તાનની સવાર દેશી ઘીથી થાય છે. આખો દિવસ સુલ્તાન 10 લીટર દૂધ પીવે છે. આ ઉપરાંત 10 કિલો દાણા ખાય છે. આટલું જ નહીં તે 30-35 કિલો સૂકો ચારો પણ ખાય છે. ફળોની વાત કરીએ તો તે રોજ સફરજન તથા ગાજર પણ ખાય છે.

રોજ પીવે છે દારૂઃ સુલ્તાન રોજ સાંજે ભોજન પહેલાં દારૂ પીવે છે. તે અઠવાડિયામાંથી છ દિવસ અલગ અલગ બ્રાન્ડના દારૂ પીએ છે. સોમવારના રોજ બ્લેક ડોગ, બુધવારે, 100 પાઈપર, ગુરુવારે બેલેનટાઈન, શનિવારે બ્લેક લેબલ કે શિવાસ રિગલ અને રવિવારે ટીચર્સ બ્રાન્ડ પીએ છે. મંગળવાના રોજ ડ્રાય ડે એટલે કે તે દારૂ પીતો નથી.

90 લાખની કરે છે કમાણીઃ માલિક નરેશના પ્રમાણે, સુલ્તાન વર્ષમાં 30 હજાર સીમેન ડોઝ આપે છે. એક ડોઝની કિંમત 300 રૂપિયા છે. આ હિસાબે વર્ષે 90 લાખની કમાણી કરી આપે છે. સામાન્ય રીતે કોઈ એક જાનવરમાંથી આટલી કમાણી શક્ય નથી. સુલતાને અનેક પુશ સ્પર્ધામાં રાષ્ટ્રીય અવોર્ડ જીત્યા છે. વર્ષ 2013માં સુલ્તાન રાષ્ટ્રીય પશુ સૌદર્ય સ્પર્ધામાં કરનાલ તથા હિસારમાં નેશનલ અવોર્ડ જીત્યો હતો.

નરેશ બાળકની જેમ ઉછેરે છેઃ નરેશ પોતાના સુલ્તાન પાડાને દીકરો માને છે. તેના માટે તે પરિવારનો જ હિસ્સો છે. નરેશે કહ્યું હતું કે લોકો તેને સુલ્તાનના નામથી જ ઓળખે છે. અનેકવાર લોકોએ સુલ્તાનને ખરીદવા માટે કરોડો રૂપિયાની ઓફર કરી છે. જોકે, તેણે સુલ્તાનને વેચવાની ના પાડે દે છે.

એક વિદેશીએ 21 કરોડની કિંમત લગાવીઃ થોડાં દિવસ પહેલાં એક વિદેશીએ સુલ્તાનની કિંમત 21 કરોડની લગાવી હતી. સુલ્તાનના તબેલામાં મુર્રા નસ્લની 17-18 ભેંસ છે.