સેલ્ફી લેવાવાળાની હરકતોથી અકળાયો ધ ખલી, યુવકના જવાબને કારણે કરી લાફાવાળી

WWE થકી સમગ્ર વિશ્વમાં ધ ગ્રેટ ખલીએ નામના મેળવી હતી. તેમણે રિંગના દિગ્ગજોને પછડાટ આપી હતી પરંતુ પછી WWE છોડી દીધું હતું અને ભારત આવી ગયા. ધ ગ્રેટ ખલી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે, તેમને લાખો લોકો ફોલો કરે છે. તેઓ ઘણીવાર રસપ્રદ પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ ખલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ખલીના 26 લાખ ફોલોઅર્સ છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે એક યુવક જીમમાં ખલી જ્યાં કસરત કરતો હોય છે ત્યાં આવીને સેલ્ફી લેવા લાગે છે. જે પછી ખલી તેને કહે છે કે, તું અહીં શું કરે છે અને લાફો મારી જમીન પર પછાડી દે છે. જે પછી તે વ્યક્તિ ઉભો થઈ પોતાને બચાવતા ત્યાંથી ભાગી નીકળે છે.

વાઈરલ વીડિયોમાં ખલી જીમમાં આકરી મહેનત કરતો જોવા મળે છે. તે ટ્રાઈસેપની એક્સરસાઈઝમાં મગ્ન હોય છે ત્યારે એક યુવક આગળ આવીને સેલ્ફી લેવાનું ચાલુ કરતા ખલી અકળાય છે. આ સાથે જ જ્યારે ખલી તેને સવાલ કરે છે તો તે યુવક સામો જવાબ આપતા કહે છે કે,‘તને શું તકલીફ છે….?’ આ જ જવાબને કારણે ખલી તેને જોરદાર લાફો મારે છે. જે પછી તે ભાગતો જોવા મળે છે.

ધ ગ્રેટ ખલીના ફેન્સને આ વીડિયો ઘણો ગમી રહ્યો છે. આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ધ ગ્રેટ ખલી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂક્યો છે. તેનું અસલી નામ દલીપ સિંહ રાણા છે. WWE માં જોડાતા પહેલા દલીપ સિંહ રાણા પોલીસની નોકરી કરતા હતા.