સંબંધ બાંધવા જેને બોલાવી એ યુવતીના બદલે કિન્નર નીકળી, પછી જે થયું એનાથી આખું શહેર હચમચ્યું

એક રુંવાડાં ઊભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. એક યુવકે સેક્સ માટે 2 હજાર રૂપિયા આપીને એક યુવતી બોલાવી હતી. પણ સંબંધ બનાવતી વખતે યુવકને ઝટકો લાગ્યો. કેમ કે તેણે સેક્સ માટે જે યુવતી બોલાવી હતી તે યુવતી નહીં પણ કિન્નર હતી. આથી યુવકને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેણે કિન્નરનું છરાથી કિન્નરનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. બાદમાં લાશની નીચેનો ભાગ રોડના કિનારે ફેંકી દીધો હતો. આ ઘટના સામે આવતા આખા શહેરના લોકો ધ્રુજી ઉઠ્યા છે.

છરાથી લાશના બે ટૂકડા કર્યા
આ હચમાચવતી ઘટના ઈન્દોરની છે. શહેરના ખજરાના વિસ્તારમાં એક દિવસે પહેલા રોડના કિનારે અજાણી લાશ મળી આવી હતી. જેનું રહસ્ય પોલીસે ઉકેલી લીધું છે. પોલીસે હત્યામાં સામેલ નૂર મોહમ્મદ નામના યુવકને ઝડપી લીધો છે. તેણે કિન્નર મોહસીન ઉર્ફે જોયાની ગળું દબાવીને હત્યા કરી હતી. પછી કિન્નર જોયાના મટન કાપવાના છરાથી બે ભાગમાં કટકા કર્યા હતા. નીચેનો ભાગ સ્કૂટરમાં ભરીને રસ્તા પર ફેંકી દીધો હતો. પોલીસે વિસ્તારના સીસીટીવીના આધારે આરોપી નૂર મોહમ્મદને ઝડપી પાડ્યો હતો.

નૂર અને જોરાની ઓનલાઈન દોસ્તી થઈ
આરોપી નૂર મોહમ્મદનો થોડા સમય પહેલા મૃતક જોયા સાથે સંપર્ક થયો હતો. બંનેની ઓનલાઈન એપ દ્વારા મુલાકાત થઈ હતી. મૃતક કિન્નર મોહસીન ઉર્ફે જોયાએ સોશિયલ મીડિયા પર પોતાને યુવતી બતાવીને નૂર મોહમ્મદ સાથે દોસ્તી કરી હતી. બંને વચ્ચે થોડો સમય ઓનલાઈન દોસ્તી રહી હતી. પછી બંને રિલેશન બનાવવા માટે રાજી થઈ ગયા હતા.

જોયા સેક્સ સંબંધ બાંધવા 2 હજારમાં રાજી થઈ
જોયાએ નૂર મોહમ્મદ પાસે 2 હજાર રૂપિયા માંગ્યા હતા. નૂર મોહમ્મદ જોયાની સુંદરતાનો દીવાનો થઈ ગયો હતો. એટલા માટે તે સેક્સ સંબંધ બનાવવાના બદલામાં 2 હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયો હતો. બંને રુબરુ મળે એ પહેલાં નૂર મોહમ્મદે જોયાને 500 રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. જોયા જ્યારે નૂરના ઘરે પહોંચી તો પહેલાં તેણે બાકીના રૂપિયા લઈ લીધા હતા. પણ જ્યારે જોયાની અસલિયત નૂરને ખબર પડી તો તેને ઝટકો લાગ્યો હતો. કેમ કે જોયા કિન્નર હતી.

યુવતીને બદલે કિન્નર નીકળીને અને…
યુવતીને બદલે કિન્નર નીકળતા નૂર મોહમ્મદે જોયા સાથે સેક્સ સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. પણ જોયા સંબંધ બનાવવા માટે સતત દબાણ કરી રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો અને નૂર મોહમ્મદે જોયાનું ગળું દબાવી દીધું. જોયાનું મોત થયા બાદ તેના ઘરમાં રાખેલા મટન કાપવાના છરાથી જોયાની લાશના બે ટૂકડા કર્યા હતા. એક હિસ્સો સૂમસૂમ વિસ્તારમાં ફેંકી દીધો હતો. બીજો ભાગ ઘરની અંદર જ પેટીમાં છૂપાવી દીધો હતો.

જોયાની ગુમ થયાની ફરિયાદ પરિવારે નોંધાવી હતી
એસપી જયંત સિંહ રાઠોરે જણાવ્યું કે, કિન્નર મોહસિન ઉર્ફ જોયા રવિવારથી લાપતા હતી. તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં તેની લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપી નૂર મોહમ્મદની ધરપકડ કરી તેની પાસેથી જોયાના શરીરનો બાકીનો ભાગ મેળવી લીધો છે. આરોપીએ સંબંધ બનાવવાની ના પાડવા બદલ જોયાની હત્યા કરી નાખી હતી.

ધડ વગરની લાશ જોઈ ચોંકી ગયા હતા લોકો
નોંધનીય છે કે મંગળવારે સવારે સ્ટાર ચારરસ્તા પાસે શહીદ પેટ્રોલવાળા રોડ પર પોલીસને એક શબ હોવાની સૂચના મળી હતી. પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તો શબનો કમરથી નીચેનો ભાગ બોરીમાં બાંધેલો હતો. તેનું ધડ અને માથું ગાયબ હતું. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.

શબનો એક ભાગ મળતાં જ ડરી ગયો હતો
જોયાની કૉલ ડિટેલ અને છેલ્લુ લોકેશન નૂર મોહમ્મદના ઘરની આસપાસ મળ્યું હતું. આ દરમિયાન પોલીસને સૂચના મળી કે આબીદ નામનો યુવક તેની રિક્ષાથી જોયાને છોડવા અને લાવવાનું કામ કરતો હતો. તેણે જ છેલ્લી વાર જોયા સાથે વાત કરી હતી. પોલીસે જ્યારે આબીદને પકડ્યો ત્યારે તેણે નૂર મોહમ્મદના ઘર પર તેને છોડવાની વાત કરી. ત્યારબાદ પોલીસે નૂર મોહમ્મદને તેના સંબંધીના ઘરેથી પકડી લીધો.

પત્ની ગર્ભવતી છે
નૂર મોહમ્મદ મટનની દુકાને કામ કરવાની સાથે-સાથે ટાઈલ્સ લગાવવાનું કામ કરતો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. તે પરિણીત હતો. તેની પત્ની ગર્ભવતી હતી, એટલા માટે થોડો સમય તે પિયર ચાલી ગઈ હતી.

પોલીસે 100 કરતાં વધારે CCTV જોયા
એસીપી જયંત સિંહ રાઠૌરે જણાવ્યું કે, ઘટનાસ્થળ સહિત આસપાસના 100 કરતાં વધારે CCTV તપાસ્યા. ત્યારબાદ એક ફુટેજમાં જોયા જોવા મળી. તે નૂર મોહમ્મદની ઘર તરફ જતી જોવા મળી. આરોપીને હિરાસતમાં લઈ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે હત્યા કબૂલી લીધી.