હવે આ દુનિયામાં નથી સલમાન ખાનનો આ કો-એક્ટર, આવે છે પરિવાર

મુંબઈઃ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’માં સલમાન ખાનના કો-સ્ટાર લક્ષ્મીકાંત બર્ડેનું નિધન વર્ષ 2004માં થયું હતું. આમ તો ઓછા લોકો જાણે છે કે, ‘હમ આપકે હૈ કોન’માં સલમાનના નોકર બનેલાં લલ્લૂ પ્રસાદ ઉર્ફે લક્ષ્મીકાંત બર્ડે હવે આ દુનિયામાં નથી. ચાલીમાં મોટા થયેલાં લક્ષ્મીકાંતે બે લગ્ન કર્યાં હતાં. પહેલી પત્નીને છૂટાછેડા આપી અલગ રહેવા લાગ્યાં હતાં.

કિડની ફેઇલ થવાને લીધે નિધન થયું
લક્ષ્મીકાંત બર્ડેએ પોતાના કોમિક અંદાજથી બધાને ખૂબ જ હસાવ્યા હતાં. જોકે, તે હવે આ દુનિયામાં નથી. વર્ષ 2004માં તેમનું કિડની ફેઇલ થવાને લીધે નિધન થઈ ગયું હતું.

હમ આપકે હૈ કૌનની એક્ટ્રસ સાથે બીજા લગ્ન કર્યાં હતાં
લક્ષ્મીકાંતે પહેલાં લગ્ન રુહી નામની છોકરી સાથે કર્યાં હતાં. થોડાં સમય પછી બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયાં હતાં. આ પછી તે એક્ટ્રસ પ્રિયા અરુણને ડેટ કરલા લાગી અને વર્ષ 1998માં રુહીને વગર કહ્યે પ્રિયા સાથે લગ્ન કરી લીધા હતાં. પ્રિયાએ ઘણી ફિલ્મોમાં લક્ષ્મીકાંત સાથે કામ કર્યું છે.

બીજી પત્નીથી બે બાળકો થયા
લક્ષ્મીકાંતે પોતાના બીજા લગ્ન વિશે કોઈને જણાવ્યું નહોતું. પ્રિયા સાથે તેમના બે બાળકો સ્વાનંદી અને અભિનય છે. આ પછી લક્ષ્મીકાંતે અભિનયન આર્ટ્સ નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું હતું.

લક્ષ્મીકાંત ચાલીમાં એક્ટિંગ કરતાં હતાં
લક્ષ્મીકાંતને એક્ટિંગનો શોખ હતો. તે મિડલ ક્લાસ પરિવારમાં જન્મ્યા હતા અને ચાલીમાં મોટા થયાં હતા. સ્કૂલમાં પણ તે ડ્રામામાં પોર્ટિસિપેટ કરતાં હતાં. સાથે જ તે ચાલીમાં થતાં ગણેશ મહોત્સવ દરમિયાન પણ એક્ટિંગ કરતાં હતાં.

મરાઠી ફિલ્મમાં સાઇડ રોલથી કરિયરની શરૂઆત કરી હતી
એક્ટિંગમાં કરિયર બનાવવા માટે લક્ષ્મીકાંતે મુંબઈ મરાઠી સાથિયા સંઘ પ્રોડક્શન હાઉસ સાથે જોડાઈ ગયાં હતાં. જેની સાથે જોડાયા પછી તેમને મરાઠી ફિલ્મોમાં સાઇડ રોલ મળવા લાગ્યા હતાં. થોડા સમય સુધી લક્ષ્મીકાંતે સાઇડ રોલ કર્યો હતો.

આ મરાઠી ફિલ્મમાં પહેલીવાર લીડ રોલ પ્લે કર્યો હતો
લક્ષ્મીકાંતને પછી એક મરાઠી ફિલ્મ ‘તૂર તૂર’માં કામ મળ્યું હતું. જેમાં તે લીડ રોલમાં જોવા મળ્યા હતાં. ‘તૂર તૂર’ સુપરહિટ થયાં પછી તેમને કામ ઓછું મળવા લાગ્યું હતું. જોત-જોતામાં મરાઠી સિનેમામાં કોમેડિ કિંગ બની ગયાં હતાં. લક્ષ્મીકાંતે વર્ષ 1989માં ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતાં
લક્ષ્મીકાંત બર્ડે છેલ્લીવાર જુલાઈ, 200માં રિલિઝ થયેલી ફિલ્મ ‘મેરી બીવી કા જવાબ નહીં’માં જોવા મળ્યાં હતાં. જેમાં તેમની સાથે અક્ષય કુમાર અને શ્રીદેવીએ પણ કામ કર્યું હતું. લક્ષ્મીકાંતે ફિલ્મમાં ઇન્સપેક્ટરનો રોલ પ્લે કર્યો હતો.

લક્ષ્મીકાંતે આ ફિલ્મોમાં કામ કર્યું છે
લક્ષ્મીકાંત બર્ડેએ મરાઠી સાથે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘મેરી બીવી કા જવાબ નહીં’, ‘ઇન્સાન, હમ તુમ્હારે હૈ સનમ’, ‘પ્યાર દિવાના હોતા હૈ’, ‘હેલ્ ગર્લ્સ’, ‘ઉલઝન’, ‘છુપા રુસ્તમ’, ‘બેટી નંબર વન’, ‘પાપા ધી ગ્રેટ’, ‘રાજાજી’, ‘જાનમ સમજા કરો’, ‘દિલ ક્યા કરે’, ‘જમીર’, ‘હંમેશા’, ‘ચાહત’, ‘માસૂમ’, ‘હથકડી’, ‘ધી જેન્ટલમેન’, ‘ક્રિમિનલ’, ‘સૈનિક’, ‘અનાડી’, ‘સંગ્રામ’, ‘દિલ કા ક્યા કસૂર’, ‘સાજન’, ‘પ્રતિકાર’ અને ‘ત્રિનેત્ર’ સામેલ છે.