5 વર્ષના પ્રેમ સંબંધ બાદ IASએ કર્યાં ટ્રેઇની IPS સાથે કોર્ટમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

2019 બેચની આઇએએસ નમ્રતા જૈને ટ્રેઇની આઇપીએસ અશોક કુમાર રખેચા સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. બંને 2015-16માં એકબીજાને મળ્યા હતા. બંને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયા હતા. જૈન સમાજના એક જ ભવનમાં રહેતા નમ્રતા તથા અશોક વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ ત્યારે જ એકબીજા સાથે લગ્ન કરવાનું વચન આપી દીધું હતું અને પછી એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા.

નમ્રતાએ બે વર્ષ પહેલાં નમ્રતા 12મા રેંક સાથે આઇએએસ બની હતી. અશોક પણ ઇન્ડિયન પોલીસ સર્વિસ માટે પસંદગી પામ્યો હતો. બંનેએ પરિવારને લગ્ન અંગે વાત કરી હતી. બંને મે, 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને કારણે કર્યા નહીં. હવે બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા છે. આ સમયે નમ્રતા છત્તીસગઢના મહાસમુંદના સરાયપાલીમાં એસડીએમ પદ પર છે. જ્યારે અશોક ટ્રેનિંગ માટે હૈદરાબાદમાં છે.

આ લગ્નમાં નિકટના પરિવાર તથા મહાસમુંદ જિલ્લા પ્રશાસનના કેટલાંક અધિકારીઓ આવ્યા હતા. કલેક્ટર ઓફિસમાં બેન્ડ બાજા તથા બારાત જોવા મળી હતી. મહાસમુંદના પ્રભારી અપર કલેક્ટર સુનીલ કુમાર ચંદ્રવંશી બંનેના લગ્ન કરાવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર ડોમન સિંહ, દિવ્યાંગ પટેલ, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારી આકાશ છિકારા પણ હાજર રહ્યા હતા. નમ્રતા જૈને કહ્યું હતું કે તેઓ સાદગીથી જ લગ્ન કરવા માગતા હતા.

નમ્રતા જૈનને બસ્તરના દંતેવાડામાં 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે ભિલાઈ ગઈ હતી અને અહીંયા 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. નમ્રતાની માતા કિરણ જૈન હોમમેકર છે અને પિતા ઝનવરલાલ બિઝનેસમેન છે. નમ્રતાએ 2016માં યુપીએસસીની પરીક્ષામાં 99મો રેંક હાંસિલ કર્યો હતો. તેણે 2019માં ફરી ટ્રાય કરી હતી અને 12મો રેંક મેળવ્યો હતો. નમ્રતા દંતેવાડાની પહેલી યુવતી છે, જેણે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી છે.

હુન્ડાઇ કંપનીની નોકરી ઠુકરાવીઃ નમ્રતાનો પરિવાર મૂળ વેપારી છે. પરિવારમાં નમ્રતા હતી, જેને એન્જિનિયરિંગના અભ્યાસ બાદ બેંગલુરુમાં હુન્ડાઇ કંપનીએ સારા પેકેજની જોબ ઑફર કરી હતી. જોકે, નમ્રતાનું સપનું આઇએએસ બનવાનું હતું.

નમ્રતાના પરિવારે કહ્યું હતું કે જે સમયે નમ્રતા ક્લાસિસમાં વ્યસ્ત હતી, તે સમયે છ મહિનાની અંદરે બે કાકાના મોત થયા હતા. પહેલાં મોટા કાકા અમૃત જૈનનું હાર્ટ અટેકનું અને છ મહિના પછી નાના કાકા સંતોષ જૈનનું પણ હાર્ટ અટેકથી મોત થયું હતું. આ ઘટનાથી નમ્રતા ભાંગી પડી હતી. આટલું જ નહીં પરીક્ષા પહેલાં નમ્રતા એક મહિના સુધી બીમાર રહી હતી, પરંતુ તે હિંમત હારી નહોતી. બંને કાકાઓનું સપનું હતું કે નમ્રતા આઇએએસ બને.