ભાઈએ જ નાના ભાઈની પત્નીને આપ્યું હીચકારું મોત, પૈસાદાર પરિવારમાં ખૂની ખેલ ખેલાયો

જબલપુરમાં નાના ભાઈની પત્નીની હત્યા પછી જેઠે આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને ભાઈનું સારું બોન્ડિંગ હતું. પણ ઘરમાં ઝઘડો થતાં આખો પરિવાર તૂટી ગયો હતો. પારિવારીક વિવાદમાં મોટા ભાઈએ પહેલા નાના ભાઈની પત્નીનું રૂમાલથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ પછી તેણે પોતાની પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી અને પછી ખુદ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

જબલપુરના કંજઈ ગામના ખેડૂત મહેન્દ્ર પટેલ અને નાના ભાઈ કેશવ પટેલ ઉર્ફે ગોલ્ડીની ઉંમરમાં 5 વર્ષનો ફેર હતો. બંને ભાઈઓ મિત્રની જેમ રહેતાં હતાં. બંને ભાઈઓ સુખી હતાં. ગોલ્ડીના લગ્ન 5 જૂને રોશની સાથે થયાં હતાં.

ગોસલપુર ટીઆઈ સંજય ભવાલીએ જણાવ્યું કે, બંને ભાઈ ક્યારેક-ક્યારેક સાથે બેસીને દારૂ પીતા હતાં. જેને લીધે ઘરમાં ઝઘડો થયો હતો. નાના ભાઈની પત્ની રોશનીને આ પસંદ નહોતું. જેને લીધે ઘણીવાર ઘરમાં ઝઘડો થતો હતો. લગ્નના ચાર મહિનામાં તે બે વાર તેના પિયર જબલપુર જઈ આવી હતી. દિયર-દેરાણઈનો ઝઘડો જોઈને મહેન્દ્ર અને તેની પત્ની નંદિનીમાં પણ વિવાદ થવા લાગ્યો હતો. તે ઘણીવાર તેના પતિને દિયરની જિંદગીમાં દખલ દેવાની ના પડતી હતી. આ વિવાદ આટલી મોટી ઘટનાનું કારણ બન્યો હતો.

નંદિનીએ પોલીસને આપેલાં નિવેદનમાં સમગ્ર વાત જણાવી છે. નંદિનીએ જણાવ્યા મુજબ, તે ભેંસોને પાણી પીવડાવી અને છાણની સફાઈ કરીને જતી રહી હતી. તે ઘરેથી પાછી આવી ત્યારે પતિ મહેન્દ્ર પટેલ મુખ્ય ઘરની પાસે ઉભા હતાં. તેમણે કહ્યું કે, નંદિની પાછળ જુઓ, જેવી તે પાછળ ફરી તો ગળામાં ચાકુના ઘા મારી દીધા હતાં. મોઢામાંથી અવાજ નીકળી શકતો નહોતો. તે બેભાન થવા લાગી હતી. તો મહેન્દ્રએ તેને પકડીને દેરાણીના રૂમમાં લઈ જઈને ચાકૂથી ગળા પર વાર કર્યો હતો. જેને લીધે તે બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવી ત્યારે તેના હાથ કપડાથી બાંધાયેલાં હતાં. ગળામાં રૂમાલ વીંટાળેલો હતો. ગળામાંથી લોહી નીકળી રહ્યું હતું.

આ વચ્ચે પાડોશી એક અલગ કહાની જણાવી રહ્યા છે. પાડોશી મુજબ ઘટના પહેલાં પણ રોશનીની જેઠાણી સાથે બોલાચાલી થઈ હતી. જેને લીધે મહેન્દ્ર સાથે રોશનીનો ઝઘડો થયો હતો. મહેન્દ્રએ રુમાલથી રોશનીનું ગળું દબાવી દીધું હતું. પતિના હાથે દેરાણી નંદિનીને બચાવવા આવી તો મહેન્દ્રએ તેમના પર ચાકૂ ઘા મારી હુમલો કર્યો હતો. વધારે લોહી વહેવાને લીધે નંદિની બેભાન થઈ ગઈ હતી. મહેન્દ્રને લાગતું હતું કે, બંને મરી ગઈ છે. તેણે પણ સ્યૂસાઈડ નોટ લખી ધાબા પર લાગેલાં હુકમાં દોરડાનો ફંદો બનાવીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

નંદિની મુજબ તેણે ગમે તેમ કરીને પોતાના હાથ ખોલીને બહાર નીકળી ત્યારે તેમના પતિ મહેન્દ્ર પંખા સાથે નાયલોનના દોરડાથી લટકતાં હતાં. તેમણે આશંકા વ્યક્ત કરી કે, બચાવ દરમિયાન તેમણે દેરાણી રોશનીના પતિને માર્યા હશે. નંદિનીએ પાડોશમાં રહેતાં વિનય પટેલની પત્ની કીર્તિ પટેલને બોલાવી હતી. પછી કીર્તિએ પતિ વિનયને જાણ કરી હતી. આ પછી દરેકને આ ઘટનાની જાણ થઈ હતી.

હું મહેન્દ્ર પટેલ પોતાના સંપૂર્ણ ભાનમાં આત્મહત્યા કરી રહ્યો છું. મારી પત્ની સાથે દરરોજ ઝઘડો થતો હતો. એટલે હું તેને મારીને મરી રહ્યો છું. જેમાં બચાવવા આવેલી રોશનીની પણ હત્યા કરી છે. જેનું મને દુખ છે. આમાં મારા પરિવારનો કોઈ હાથ નથી. પોલીસે આ સ્યૂસાઈડ નોટ કબજે કરી છે. જેની ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે.