માત્ર 14 વર્ષી ઉંમરમાં છોકરીને વેચી દીધી, 10 વર્ષ પછી પાછી ફરી તો પોતાની ભાષા પણ ભૂલી ગઈ

ઝારખંડમાં માનવ તસ્કરી ખૂબ જ થઈ રહી છે. માનવ તસ્કરો ગામે ગામ ફરીને કેટલાક પરિવારોને શહેરમાં નોકરી અપાવવાની લાલચમાં પોતાની જાળમાં ફસાવી લે છે. તસ્કરોએ આપેલી લાલચમાં કેટલાય ગરીબ પરિવારો ભોગ બને છે. માનવ તસ્કરો મોટા શહેરમાં જઈને સગીરોને એજન્ટોના હાથે વેચી દે છે. જોકે, કેટલાક વર્ષો પછી પીડિતો ઘરે પાછા આવી જાય છે તો કેટલાક વર્ષો સુધી પીડિતો ઘરે પાછા આવતાં નથી.

સાહિબગંજ જિલ્લાના આદિવાસી બહુ પ્રખંડ પતનાના કલ્યાણપુર ગામના કાપરે બાસ્કી નાનીની છોકરીની કંઈક આવી જ દુખદાયી કહાની છે. 14 વર્ષની ઉંમરમાં લખીપુર ગામના રંજીત સોરેને વર્ષ 2011માં તેને દિલ્હીમાં એજન્ટના હાથે વેચી દીધી હતી. કાપરેને 5000 હજાર રૂપિયાનું વેતન આપવાની લાલચે દિલ્હી લઈને ગયો હતો. પણ દિલ્હીમાં તેને ઘણાં ઘરમાં કામ કરવું પડ્યું. જોકે, કાપરેના એક માલિકને તેના પર દયા આવી અને તેની તપાસ કરીને ફરી ઘરે ટ્રેન દ્વારા પાછી સાહિબગંજ મોકલી દીધી હતી. 10 વર્ષ પછી કાપરે તેના ઘરે પહોંચી હતી.

કાપરે બાસ્કીના ભાઈ સાગેન બાસ્કીનું કહેવું છે કે, તેની બહેન સંથાલી બોલવાનું પણ ભૂલી ગઈ છે. તે ફરીથી સંથાલી ભાષા બોલવાનું શીખી રહી છે. બહેન ઘરે પાછી આવી જતાં ઘરમાં ખુશી ફરી આવી ગઈ છે.

તો કાપરેની સાથે દિલ્હી ગયી પાસે ગામ બાંધટોલાના સાગર સોરેનની દીકરી ફુલ્લો સોરેન આજ સુધી ઘરે પાછી ફરી નથી. પંચાયતના સરપંચ સાલોની મુર્મૂએ જણાવ્યું કે, ઘણી બાળકીઓ વર્ષે પહેલાં મોટા શહેરોમાં ગઈ પણ, આજ સુધી પાછી આવી નથી.