ચિતા તૈયાર હતી અને અચાનક જ દાદાના મોંમાંથી નીકળવા લાગ્યું પાણી પછી…..

કુશીનગરઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં બાંસી ઘાટ સ્થિત રામઘાટ સ્મશાનમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર 3 કલાક સુધી અટકાવી દેવામાં આવ્યા હતા.

પડરૌના પોલીસ સ્ટેશન વિસ્તારના ધૌરહરામાં રહેતા 70 વર્ષીય શ્રીકિશુન મદ્ધેશિયાને શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી. જે પછી તેમને બપોરે જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને શનિવારે સવારે તેમનું નિધન થયું. પરિવારના લોકો 10 વાગ્યે અંતિમ સંસ્કાર માટે સ્મશાન પર પહોંચ્યા હતા.

ચિતા સજાવવા સમયે મૃતદેહને રાખવામાં આવ્યો ત્યારે તેના મોઢામાંથી પાણી નીકળ્યું. જે પછી એવી અફવા ફેલાય કે વ્યક્તિ તો જીવીત છે. લોકોએ સૂચના આપી એમ્બ્યૂલન્સ બોલાવી, એક ખાનગી ડૉક્ટર અને એમ્બ્યૂલન્સ સાથે આવેલા ડૉક્ટરે તપાસ કરતા જાણ થઈ કે વ્યક્તિ જીવીત નથી. તે ખરેખર મૃત્યુ પામ્યો છે.

ડૉક્ટરની પૃષ્ટિ બાદ 3 કલાકથી અટકાવી રાખેલા અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી. મૃત વ્યક્તિના જીવીત થયાની વાતો સાંભળી સ્મશાન આસપાસ લોકોની ભીડ જામી હતી. જોકે સ્થાનિક લોકોએ ભીડમાં સામેલ લોકોને સમજાવી પરત મોકલ્યા હતા.