પ્રેમિકાથી ત્રાસી જઈને પ્રેમીએ આપ્યું ઘાતકી મોત, આંખો થશે પહોળી!

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં પોલીસે સોમવારે કમકમાટીભર્યા મર્ડર કેસનો ખુલાસો કર્યો છે. પોલીસે કરેલા ખુલાસા મુજબ, ટ્રકના કેબિનમાં બેસી નફીસે મનપ્રીતને ખૂબ જ બીયર પીવડાવ્યું. આ પછી નશાની હાલતમાં તેના પર લોખંડના સળિયાથી હુમલો કર્યો. આ પછી લાત મારી ટ્રકની નીચે ફેંકી દીધી. જે બાદ ટ્રકના વ્હીલ નીચે તેને છેલ્લાં શ્વાસ સુધી કચડી નાંખી હતી. પોલીસ નફીસની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો. હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.

સોમવારે પોલીસ અધીક્ષક ડૉક્ટર ધર્મવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, નેશનલ હાઇવે 74 પર અફઝલગઢ વિસ્તારમાં ગામ જિકરીવાલા પાસે એક મહિલાનો ક્ષતવિક્ષત હાલતમાં શબ મળ્યો હતો. શબની ઓળખ મનપ્રીત કૌરની પત્ની સુખબીર સિંહ નિવાસી ભીકમપુરીના બાજપુર જિલ્લા ઉધમસિંહનગરના ઉત્તરાખંડ રહેવાસી તરીકે થઈ છે. મનપ્રીતના પતિએ નફીસ અહેમદ પુત્ર જમીર અહેમદ ગામ મનિયાવાલાના અફઝલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે નફીસ અહમદની ધરપકડ કરી લીધી છે. જેમાં મહિલાનું આધારકાર્ડ અને મોબાઇલ સહિત હત્યા કરવામાં વપરાયેલો લોખંડનો સળિયો અને ટ્રક જપ્ત કરવામાં આવી છે.

પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, મનપ્રીતની સાથે તેમનો પ્રેમ સંબંધ હતો. તે તેમની સાથે રહેવાની જીદ કરતી હતી. સાથે ના રાખતાં ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ સંબંધોથી કંટાળીને નફીસે પીછો છોડાવવા માટે પ્લાન બનાવ્યો હતો. તે મનપ્રીતને કાશીપુર મૂકવાના બહાને ટ્રકમાં લઈ ગયો હતો. બંને અફઝલગઝમાં જમ્યા હતાં. ટ્રકના કેબિનમાં નફીસે મનપ્રીતને બીયર પીવડાવ્યું અને ખુદ પણ પીધું હતું.

નશાની હાલતમાં મનપ્રીત અને નફીસ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમને લોખંડના સળિયાથી મનપ્રીત પર હુમલો કર્યો હતો. આ પછી લાત મારી ટ્રકની નીચે ફેંકી દીધી હતી. હત્યાને અકસ્માત બનાવવા માટે વારંવાર ટ્રકના વ્હીલ નીચે મનપ્રીતના શબને કચડ્યો હતો. આરોપીની ધરપકડ કરનારી પોલીસની ટીમના પ્રભારી નિરીક્ષક મનોજ કુમાર સિંહ, એસએસઆઈ દિનેશ કુમાર શર્મા, એસઆઈ પ્રવીણ મલિક સહિત સામેલ રહ્યા હતાં.

પોતાના પતિથી અલગ રહેતી મનપ્રીત વર્ષ 2018માં કાશીપુરમાં કપડાની દુકાનમાં નફીસને મળી હતી. નફીસે ત્યારે મોબાઇલ નંબર આપ્યો હતો. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મનપ્રીત સતત તેમની સાથે રહેવાની જીદ કરતી હતી. જેનાથી બચવા માટે નફીસે એક વર્ષ પહેલાં કાદરાબાદમાં એક વ્યક્તિ સાથે મનપ્રીતના લગ્ન કારાવી દીધા હતાં. તેના 10 દિવસ પછી મનપ્રીત ત્યાંથી પાછી આવી ગઈ હતી. આ ઉપરાંત નફીસ સતત મનપ્રીતના સંપર્કમાં રહેતો હતો. ઘટનાવાળા દિવસે નફીસ તેને અફઝલગઢ લઈને આવ્યો હતો. અચાનક એક ફોન પર વાત કર્યા પછી રાતે 10 વાગ્યે તે કાશીપુર પાછી આવવાની જીદ કરતી હતી.

મનપ્રીતના શબની ઓળખ તેના હાથ પર લખાવેલાં પરબદીપ કૌર નામને લીધે થઈ હતી. પરબદીપ મનપ્રીતની આઠ વર્ષની દીકરી છે. જે પોતાના પિતા સુખબીર સિંહ નિવાસી ભીકમપુરીના બાજપુર જિલ્લાના ઉધમસિંહ નગર પાસે રહે છે. મનપ્રીતને પોતાની દીકરી સાથે ખૂબ જ લગાવ હતો. જેને દીકરીનું નામ પોતાના હાથ પર લખાવ્યું હતું.

તો ટ્રકના કેબિનમાં એક લોખંડના સળિયા પર લોહી મળ્યું હતું. આ સળિયાને પોલીસે કાપીને કાઢ્યો હતો. ટ્રકની જમણી બાજુ નીચે અને ટાયર પર એક લોખંડના સળિયા પર લોહીના ડાઘ મળ્યા છે. આ બંને સળિયાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. મનપ્રીત સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી હતી. તેને તમામ વીડિયો અપલોડ કર્યા છે. તેના ફોલોઅર્સની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને તેના કેટલાક વીડિયો પણ મળ્યા છે.