પહેલાં બેનપણી બની ને પછી બતાવ્યો અસલી રંગ, રેલવે મહિલા કર્મીને આમ ફસાવી

જબલપુરઃ અહીં બ્લેકમેલિંગની ઘટનાનો વિચિત્ર કેસ સામે આવ્યો છે. મહિલાએ પતિ થકી રેલવે મહિલા કર્મચારીને ફસાવી હતી. પછી તેને બ્લેકમેલ કરતા કહ્યું કે, ‘તારા સંબંધો મારા પતિ સાથે છે. હું આ વાત તારા પતિને જણાવી દઈશ.’બ્લેકમેલિંગના આ કેસમાં તેની એક મહિલા મિત્ર પણ જોડાઈ હતી અને સાથે એક કથિત પત્રકારને પણ લૂંટની આ ઘટનામાં સામેલ કર્યો હતો. ત્રણેયથી કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બ્લેકમેલરોને કારણે પીડિતાના પતિએ તેને છોડી દીધી છે. મહિલા પાસે 10 લાખ રૂપિયાની માંગ કરવામા આવી રહી હતી.

પોલીસે જણાવ્યું કે, 30 વર્ષીય મહિલા રેલવે કર્મીનો પતિ ખેતી કરે છે. મહિલા 2019માં સુમીત આમ્રવંશીના સંપર્કમાં આવી જે પોતે પણ રેલવેમાં છે. સુમિતે પીડિતાને પત્ની ચિત્રા આમ્રવંશી સાથે મળાવી હતી. જે પીડિતા અને ચિત્રા સાથે જ માર્કેટ જતા હતા. માર્કેટમાં ખરીદેલા સામાનના પૈસા પણ મહિલા દેતી હતી. જે પછી પીડિતાના ચારિત્ર્ય પર લાંછન લગાવતા 3 લાખ રૂપિયાની માગ કરવામા આવી. ઈન્કાર કરતા તેની જ કોલોનીમાં રહેતી રાની દ્વિવેદીને વચ્ચે લઈને આવી. બંનેએ પીડિતા સાથે મારામારી કરી અને ફોનમાં રેકોર્ડિંગ પણ કર્યું.

ચિત્રા વારંવાર પીડિતાના ઘરે ધસી આવતી. બદનામ કરવા અને નોકરી ખાઈ જવાની ધમકી આપી 5 થી 10 હજાર રૂપિયા પડાવી જતી. આરોપી મહિલાએ પીડિતાનું એટીએમ કાર્ડ પણ લઈ લીધુ હતું, તેમણે પીડિતાના ખાતામાંથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સાથે જ આરોપી મહિલાઓએ પીડિતાના દાંપત્ય જીવનમાં ઝેર ભેળવી દીધું હતું. તેના પતિના કાન ભર્યા હતા. જે પછી પીડિતાના પતિએ તેને છોડી દીધી અને બાળકો સાથે સતનામાં રહેવા લાગ્યો.

5 ઓક્ટોબરે પીડિતાના મોબાઈલ પર વિકાસ દ્વિવેદીનો ફોન આવ્યો, જેણે પોતાને રાની દ્વિવેદીનો સંબંધી ગણાવ્યો. તેણે ડીઆરએમને સમગ્ર વાત જણાવવાની ધમકી આપતા 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. આરોપી મહિલાઓ રસ્તામાં ઘણીવાર પીડિતાને રોકી 10 લાખ રૂપિયાની માંગ કરતા હતા.

પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વસૂલી, ધમકી, મારમારી અને બદનામ કરવા સહિતની ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે રાની અને ચિત્રા નામની બંને આરોપીની ધરપકડ કરી છે. જ્યારે વિકાસ દ્વિવેદીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે. રાની દ્વિવેદી હિંદુ સંગઠનની રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવી ઘણી અન્ય મહિલાઓ પાસેથી પણ પૈસા પડાવતી હતી.