બળબળતો તડકો હોય કે અંધારી રાત, આ મહેતની અધિકારી હંમેશા પોતાની ડ્યૂટી પર રહે છે તહેનાત

નવી દિલ્લી: કહે છે કે જે ઘરમાં દીકરી પેદા થયા છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. દીકરીઓ અભ્યાસ કરીને માતા-પિતાનું નામ રોશન કરે છે. તેમની સખત મહેનતથી આખા પરિવારની જય-જયકાર કરે છે. આવી જ રાજસ્થાનના ચિતોડની એક લેડી સિંઘમ છે જેણે પિતાનું માન વધાર્યું. એમબીએ કર્યા બાદ પણ તેણે પોલીસ અધિકારી બનવાનું નક્કી કરવાનું નક્કી કર્યું. IAS, IPSની સક્સેસ સ્ટોરીઝમાં અમે તમને રાજસ્થાનની મહિલા IPSના સંઘર્ષની કહાની સંભળાવી રહ્યા છે.

રાજસ્થાન રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક ઊર્જાવાન ઈન્સપેક્ટર લલિતા ખીંચી એક સાહસિક અધિકારી છે. તમામ અધિકારીઓ તેમની સચ્ચાઈ અને કઠોર પરિશ્રમની પ્રશંસા કરતા નથી થાકતા. બપોરના ત્રણ વાગ્યાનો બળબળતો તડકો હોય કે એક વાગ્યાની અંધારી રાત, આ મહેતની અધિકારી હંમેશા પોતાની ડ્યૂટી પર તહેનાત રહે છે.

લલિતા કોઈ સાધારણ અધિકારી નથી કારણ કે તેની પાસે ઘણી બધી ડિગ્રી પણ છે. એમબીએની ડિગ્રીની સાથે તે ઈચ્છેત તો કૉર્પોરેટમાં નોકરી કરીને વૈભવશાળી જીવન શાનદાર રીતે જીવી શકતી હતી પરંતુ તેમણે હંમેશા ભીડથી હટીને એક અલગ કરિઅર પસંદ કર્યું.

પોતાના વિશ્વાસને સાચો સાબિત કરવા માટે મહિલાઓ કોઈ પણ કઠિન પરિસ્થિતિને સંભાળી શકે છે અને પડકાર ભરી ભૂમિકા પણ નિભાવી શકાય છે, તેમણે આ કરિયર પર પસંદગી ઉતારી. લલિતા રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશનમાં ઈન્સ્પેક્ટરના પદ પર તહેનાત થયા. જ્યાં તેઓ દિવસ અને રાત કોઈ પણ સમયે ગાડીઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા હતા. રોડવેઝની બસના ઑપરેટર્સ કહે છે કે તેમણે અધિકારીને રાત્રે બે વાગ્યે પણ સરપ્રાઈઝ ચેકિંગ માટે ઉભા રહેલા જોયા છે. તેમના રહેતા કોઈ પણ ગેરકાયદે સામાન પોતાની ગાડીમાં લઈને નહોતું જઈ શકતું.

ઉદયપુર ડેપોમાં તે આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટરના પદ પર તહેનાત છે. તેઓ પોતાના ડિપાર્ટમેન્ટમાં પોતાના અનોખા વ્યક્તિત્વની સ્વામિની રહી છે અને તમામ મહિલા અધિકારી માટે રૉલ મોડેલ સમાન છે. તેમનું કામ દિલ્લી, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને અન્ય રાજ્યોથી રસ્તા પર આવતી ગાડીઓ સુધી પણ રહે છે. તેમના કામ કરવાની બિંદાસ રીત, સખ્ત દ્રષ્ટિકોણ અને કઠિન પરીશ્રમના કારણે તેમણે એક નવુ નામ મેળવ્યું છે-લેડી સિંઘમ.

લલિતા પોતાની નોકરી માટે સૌથી યુવા અને વધુ ભણેલા-ગણેલા છે. તેની સાથે સાથે કામ પ્રત્યે તેની લગન તેને નિડર વલણ આપે છે. હાલમાં જ તેમણે એક દિવસમાં 46 બસ ઑપરેટર્સની સામે રિપોર્ટ કર્યો. ડિપાર્ટમેન્ટના અનુસાર એક મહીનામાં 20 રિપોર્ટ ખૂબ જ સારું પ્રદર્શન માનવામાં આવે છે. પરંતુ લલિતા તેનાથી ઘણી આગળ નીકળી ચુકી છે. શાસન પ્રબંધના જનરલ મેનેજર રાકેશ રાજૌરિયા કહે છે કે લલિતા જેવું આખા જિલ્લામાં કોઈ નથી. તેમણે ક્યારેય ચેકિંગના ઓર્ડરને ના નથી પાડી. સવારે ચાર વાગ્યે હોય કે મોડી રાત્રે. આ તમામ રોડવેઝ કર્મચારીઓ માટે એક ઉદાહરણ રજૂ કરે છે.