અંબાણીની નાની ‘વહુ’ની સુંદરતા સામે ભલભલી અભિનેત્રીઓ પણ ભરે પાણી, જુઓ ખાસ તસવીરો

મુંબઈ: નીતા અંબાણી અને મુકેશ અંબાણીની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટની બહેન અંજલી મર્ચન્ટના લગ્ન મહિના પહેલા જ થઈ હતી. લગ્ન સાથે જોડાયેલા કેટલાક ફોટોસ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોસમાં રાધિકા ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. જણાવી દઈએ કે રાધિકા પોતાની થનારી નણંદ ઈશા અંબાણી અને ભાભી શ્લોકાની ખૂબ જ નજીક છે. રાધિકા ખૂબસૂરતીમાં કોઈનાથી કમ નથી.

મહિના પહેલા ગોવામાં થયેલા રાધિકાની બહેન અંજલીના લગ્નમાં રાધિકાએ વ્હાઈટ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો. વાળમાં ટાઈટ જૂડો બાંધીને ગજરો લગાવ્યો હતો. માંગ ટીકા અને હેવી નેકલેસમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મહેંદી સેરેમનીની જે ફોટોસ સામે આવ્યા છે તેમાં રાધિકા યલો કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાના બંને હાથમાં મહેંદી લગાવી છે. રાધિકા બહેન અંજલી સાથે પોઝ દેતી નજર આવી.

જણાવી દઈએ કે રાધિકા જલ્દી જ અંબાણી ખાનદાનની વહુ બનવાની છે. તે નીતા અંબાણીના નાના દીકરા અનંત સાથે સાત ફેરા ફરશે. હાલ બંનેના લગ્નની કોઈ તારીખ સામે નહીં આવી.

બહેન અંજલીની પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન બાલીમાં કરવામાં આવ્યું હતું, જેમાં અંજલિ અને રાધિકાના મિત્રોએ ભાગ લીધો હતો.

રાધિકા હજી સુધી અંબાણી પરિવારની વહૂ નથી બની, તો પણ તે અંબાણીના દરેક પ્રોગ્રામમાં નજર આવે છે. પોતાની ભાવિ સાસુ સાથે પણ રાધિકાનું બોન્ડિંગ સારું છે. રાધિકા મર્ચન્ટ એન્કર હેલ્થકેરની સીઈઓ અને વાયસ ચેરમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે અને તેમના ફેમિલી ફંક્શનમાં હંમેશા નજર આવે છે.

ભાવિ પતિ અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ.