દેશના આ વિસ્તારમાં એક પછી એક ચાર કેસો મળતા ચિંતા, જો અહીં વધુ ફેલાશે તો કાબુ રાખવો બનશે મુશ્કેલ

મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં કોરોનાના ખતરો વધતો જ જઈ રહ્યો છે. મંગળવારે બે નવા મામલા સામે આવ્યા છે. ધારાવીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 7 થઈ ગઈ છે. ધારાવીમાં સૌથી પહેલા 4 લોકો સંક્રમિત મળ્યા હતા, જેમાંથી 56 વર્ષના એક વ્યક્તિનું ઈલાજ દરમિયાન મોત થઈ ગયું. આ વ્યક્તિ નિઝામુદ્દીમાં તબ્લીગી જમાતમાં સામેલ થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ધારાવીના ચાર વિસ્તાર ડૉક્ટર બલીગા નગર, વૈભવ અપાર્ટમેન્ટ, મુકુંદ નગર અને મદીના નગરલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની આશંકા સાથે જંતુનાશકનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

ધારાવીમાં 15 લાખની આબાદી છે. અહીં સૌથી મોટી ઝુપડપટ્ટી અને સૌથી ગીચ વસ્તી છે. બીએમસીએ ખુદ કહ્યું છે કે જો ધારાવીમાં સંક્રમણ રોકવા માટે વ્યવસ્થા ન કરવામાં આવી તો સમસ્યા વધી શકે છે.

બીએમસી તંત્ર ધારાવીમાં જ ક્લિનિક બનાવીને દર્દીઓની તપાસ કરી રહ્યા છે. ધારાવીમાં શરૂઆતમાં દર્દીઓ મળ્યા હતા, ત્યારે અહીંની 50 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે ધારાવીમાં પહેલો કોરોનાનો દર્દી મળ્યો હતો ત્યારે સરકારે કહ્યું હતું કે, મુંબઈના ધારાવીમાં એક પૉઝિટિવ કેસ મળ્યો છે. જે બાદ ત્યાંના 300 ફ્લેટ અને 90 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. તે કૉલોનીમાં રહેતા પરિવાર અને ભવનના તમામ નિવાસીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પ્રોટોકૉલ અનુસાર તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

ધારાવીમાં એક ઝુંપડીમાં 8 થી 9 લોકો રહે છે. એવામાં જો અહીં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો રોકવું મુશ્કેલ થઈ જશે. અહીંની ગલીઓ સાંકડી છે. લોકોની ભીડ લાગેલી રહી છે. એવામાં અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું મુશ્કેલ છે. ધારાવીમાં સૌથી વધુ સાર્વજનિક શૌચાલય આવેલા છે. એટલે કે એક જ શૌચાલયનો ઉપયોગ અનેક લોકો કરે છે, એવામાં સંક્રમણનો ખતરો વધી જાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે અહીં બીએમસીએ આર્ટિફિશિયલ શૌચાલયની અહીં મોટા પ્રમાણે વ્યવસ્થા કરવાની રહેશે.

ધારાવીમાં 300થી વધુ લોકો અને લગભગ 50 દુકાનોને સીલ કરવામાં આવી છે. અનેક વિસ્તારોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. ધારાવીમાં રાશન અને શાક લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. એવામાં અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું.

મેયર કિશોરી પેડણેકરના પ્રમાણે, ધારાવીમાં ડૉક્ટરોની ટીમ દિવસ-રાત લાગેલી છે. વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધારાવીમાં કોરોનાના કારણે એકના મોત બાદ મેડિકલની 6 ટીમ લગાવવામાં આવી છે. જે 24 કલાક અલર્ટ મોડ પર છે.

6 ટીમમાં એક ડૉક્ટર, એક સેનેટાઈઝ ઈન્સ્પેક્ટર, આરોગ્ય સેવિકા અને પેસ્ટ કંટ્રોલર સામેલ છે.મુંબઈના જ ભાયખલાની એક ચાલીમાં કોરોના સંક્રમિત 10 દર્દીઓ મળ્યા છે, જેમાંથી એકનું મોત થઈ ચુક્યું છે. કલ્યાણમાં પણ એક જ પરિવારના 4 લોકોને કોરોનાના ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. દેશમાં 4 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 326 લોકોના મોત થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 350થી વધારે મામલા સામે આવ્યા છે.