ચીનમાં કોરોનાએ કરી રી-એન્ટ્રી, એક ભૂલ ભારે પડી ચીનની સરકારને, બધા દેશોએ લેવી પડશે શીખ

બેઈજિંગ: નોવેલ કોરોનાના દરદીઓના સમાચાર જેમ-જેમ દુનિયામાં પ્રસરી રહ્યા છે તેમ-તેમ કોરોના પીડિત દેશો વધારે ગભરાવા લાગ્યા છે. આ લોકો આમ પણ કોરોના સામે પહેલાંથી ઝઝૂમી તો રહ્યા જ છે ત્યાં જો તેનાથી ઠીક થયેલ દરદીઓમાં કોરોના રી-એન્ટ્રી કરે તો પરિસ્થિતિ સંભાળવી વધારે મુશ્કેલ થઈ જાય. જોકે મહત્વની વાત છે કે, દુનિયા પાસે આ પડકાર સામે પહોંચી વળવા અને તેની તૈયારી કરવા હજી સમય છે.

હવે સવાલ એ છે કે, આ નોવેલ કોરોનાની એન્ટ્રી થઈ કરી રીતે? હજી આગળનો કોરોના તો છે જ. તેના કરતાં પણ મહત્વનો સવાલ એ છે કે, આ નોવેલ કોરોનાની શરૂઆત પણ ચીનના હુબેઇ પ્રાંતમાંથી જ કેમ થઈ, જ્યાંથી કોરોનાનો જન્મ થયો હતો? ઉલ્લેખનિય છે કે, લોકડાઉન બાદ ચીનના હુબેઈમાં કોરોનાનો ગ્રાફ બહુ ઝડપથી નીચો આવ્યો.

માર્ચમાં તો અહીંથી કોરોનાના એકલ-દોકલ કેસજ આવતા હતા. એટલે ચીનને લાગ્યું કે, હુબેઈમાંથી કોરોના ખતમ થઈ ગયો. અને કોઇ નવા કેસ આવતા પણ નહોંતા. એટલે ચીનના સરકારે હુબેઈમાંથી લોકડાઉન પૂર્ણ કર્યું. જેથી અહીં કથળી ગયેલ અર્થતંત્રને ફરીથી બેઠું કરી શકાય.

25 માર્ચે ચીનની સરકારે હુબઈમાં માત્ર વુહાન સિવાયના બાકીના બધા જ ભાગોમાંથી લોકડાઉન પૂર્ણ કર્યું. હજી લોકડાઉન પૂર્ણ જ કર્યું હતું ત્યાં માત્ર ત્રણ-ચાર દિવસ બાદ કોરોનાના દરદીઓના નવા કેસ સામે આવવા લાગ્યા. કોઇને સમજાયું નહીં કે આવું કેમ થાય છે. અચાનક આવું કેમ થયું અને કેમ કેસ આવવા લાગ્યા? આ બાબતો ખરેખર ચિંતાજનક છે. કારણકે ચીનના હુબેઇમાં કોરોનાનો ગ્રાફ દર્શાવે છે કે, 22 જાન્યુઆરીથી અહીં કોરોનાના કેસ આવવાના શરૂ થયા અને લોકડાઉનના કારણે એક મહિનામાં અહીં કેસ આવવાના લગભગ બંધ જ થઈ ગયા હતા.

હવે આને ઝીણવટથી જોઇએ તો, 20 જાન્યુઆરીએ ચીને સ્વિકાર્યું કે, તેમના દેશમાં કોરોનાનો હુમલો થયો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ બહુ ઝડપથી વધવા લાગ્યા. 13 ફેબ્રુઆરીએ કોરોના પીક પર પહોંચી ગયો. એટલે આ વીસ દિવસોમાં હુબેઇમાં કોરોનાના કેસ ખૂબજ ઝડપથી વધ્યા, વુહાનમાં તો ખાસ. પરંતુ લોકડાઉનના કારણે આ ગ્રાફ ધીરે-ધીરે નીચો આવવા લાગ્યો. ધીરે-ધીરે દરદીઓની અંખ્યા એકદમ ઓછી થવા લાગી. ત્યારબાદ 31 માર્ચે લગભગ આખા ચીનમાંથી કોરોનાના નવા કેસ આવવાના બંધ થઈ ગયા. ફેબ્રુઆરીમાં આવેલા કેસના દરદીઓ પણ ઠીક થઈ ગયા.

તો પછી લોકડાઉન દૂર કરતાં જ બધું બદલાયું કેવી રીતે? કોરોનાના નવા કેસ કેમ આવવા લાગ્યા. આને સમજવા માટે પહેલાં તો તમારે ચીનની આગળની કોરોનાની ક્રોનોલોજી સમજવી પડશે. ઉલ્લેખનિય છે કે, 23 જાન્યુઆરીએ ચીનના હુબેઈમાં લોકડાઉનની જાહેરાત થઈ હતી અને બે મહિના બાદ 20-24 માર્ચ સુધી લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું. આ દરમિયાન હુબેમાં કોરોનાના નવા કેસ આવવાના બંધ થઈ ગયા એટલે ચીને 25 માર્ચે લોકડાઉન પૂર્ણ કર્યું. જોકે હજી કોરોનાના એપી સેન્ટર વુહાનમાં લોકડાઉન ચાલું જ હતું.

હુબેઇમાંથી લોકડાઉન પૂર્ણ કરતાં જ ત્યાં ફેક્ટરીઓ ફરીથી ધમધમતી થઈ ગઈ. પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરીથી શરૂ કરી દેવામાં આબ્યું. લોકો હુબેઈની બહાર પણ જવા લાગ્યા. સ્કૂલો પણ ફરીથી શરૂ થઈ ગઈ. જોકે હુબેઇમાં બસ, મેટ્રો અને પબ્લિક પ્લેસિસને સેનિટાઇઝ કરવાનું ચાલું રાખવામાં આવ્યું. હુબેઈમાંથી લોકડાઉન પૂર્ણ કર્યા બાદ ઘણા એવા વીડિયો બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ઘણી જગ્યાઓ પર એવાં સાઇન બોર્ડ લગાવેલાં છે, જેના પર લખ્યું છે: એપિડેમિક ફ્રી રેસિડેન્શિયલ એરિયા. એટલે કે, એવા રહેણાંક વિસ્તારો, જ્યાં અત્યારે કોરોનાનો પ્રભાવ નથી. ગ્રોસરી એટલે કે કરિયાણાની દુકાનો પહેલાંની જેમ જ ખોલી દેવામાં આવી. એટલું જ નહીં, ત્યાં એક કોરિયન કંપની હતી એ પણ ફરીથી ચાલું થઈ ગઈ.

આ વીડિયોઝ મારફતે ચીન દુનિયાના દેશોને બતાવવા ઇચ્છતું હતું કે, તેણે કોરોના પર વિજય મેળવી લીધી છે. હવે અહીંથી લોકડાઉન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જોકે તસવીરો જોઇને તેનો વિશ્વાસ પણ આવી જાય. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, હુબેઇનું જનજીવન હવે સામાન્ય બની ગયું છે. પછી એવા પણ સમાચાર આવ્યા છે લગભગ સત્તાવન હજાર કોરોનાના દરદીઓ ઠીક થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીની સરકારે તો લોકોને એમ પણ કહી દીધું હતું કે, હવે માસ્ક પહેરવાની જરૂર નથી. માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળી શકો છો. ચીનની સરકારને એમ લાગતું હતું કે, બે મહિનાનું લોકડાઉન પૂરતું હતું અને તેમણે કોરોના પર કાબુ મેળવી લીધો છે. કોરોના હવે તેમના કાબુમાં છે. ચીને તો એમ પણ જાહેરાત કરી દીધી કે, 8 એપ્રિલે વુહાનમાંથી પણ લોકડાઉન દૂર કરી દેવામાં આવશે. વુહાનમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, આખરે એવું તો શું થયું કે, ચીનમાં કોરોનાએ રી-એન્ટ્રી કરી?

ચીનમાં હુબેઇમાંથી લોકડાઉન દૂર કર્યું ત્યાં તરત જ ત્યાંથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી. એટલે ચીનના જે નાગરિકો બીજા દેશોમાં ફસાયેલા હતા અને તેઓ ત્યાં કોરોનાના શિકાર બન્યા હતા, તેઓ બધુ ઠીક થતાં જ પાછા પોતાના દેશમાં પાછા ફર્યા. ત્યારે તેઓ એ વાત નહોંતા જાણતા કે, કોરોનાની એસિમ્ટોમેટિકના શિકાર થઈ ગયા છે. જોકે બધાંને આ બીમારી નહોંતી. પરંતુ છતાં જેમનામાં હતી, તેઓ ચીન માટે ખતરો ઊભો કરી ચૂક્યા હતા. ચીનથી આ જ ભૂલ થઈ ગઈ. તેને અંદાજો પણ ન લાગ્યો કે, જે લોકોને તે ફરીથી પોતાના દેશમાં આવવાની મંજૂરી આપે છે, તેઓ જ ખતરનાક રૂપે કોરોનાને પોતાના દેશમાં પાછો લાવે છે.

આ સિવાય જે લોકોને ચીનની હોસ્પિટલોએ ઠીક કર્યા અને જેઓ દેશમાં જ છે, તેઓ પણ એસિમ્ટોમેટિક કોરોનાના અજાણતાં શિકાર બન્યા. પરંતુ આ બહાર ત્યારે આવ્યું જ્યારે હુબેઇમાંથી લોકડાઉન દૂર કરવામાં આવ્યું. કારણકે લોકડાઉન દૂર થયા બાદ હુબેઈમાં એસિમ્ટોમેટિક કોરોનાના 1541 કેસ સામે આવ્યા છે. અહીં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા. જોકે જેઓ એસિમ્ટોમેટિક કોરોનાના શિકાર લોકો છે તેઓ આ સંક્રમણ ફેલાવી રહ્યા હતા. જે લોકો દેશ બહારથી આવ્યા હતા. અને જે લોકો પહેલાંથી જ દેશમાં હાજર હતા. તેનો અર્થ એ પણ થયો કે, કોરોનાના એસિમ્ટોમેટિક દરદી બીજા દેશોમાં પણ હાજર હોઇ શકે છે. જે એ દેશો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આ વાત બહાર આવતાં જ ચીન ડરી ગયું છે. અને 25 માર્ચે લોકડાઉન દૂર કર્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી. એટલે તેમણે તરત જ 29 માર્ચે ફરી બંધ કરી દીધી. ત્યારબાદ જે હુબેઇમાંથી લોકડાઉન સંપૂર્ણ દૂર કરવાનો દાવો કર્યો હતો. ચીનની સરકારે ફરી તેને ચાલું કરી દીધું છે. જે સરકારી સંસ્થાઓને ફરીથી શરૂ કરી દીધી હતી, તેમને ફરીથી બંધ કરી દીધી તો કેટલાંકનાં કામ ઓછાં કરી દીધાં.