મા અંબાની પૂજા કર્યા બાદ દીકરીની નજર સામે જ માતાને ગોળીએ મારીએ

દેશમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. દરેક શહેરમાં પરંપરાગત રીતે તેની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે પોલીસ પણ તહેનાત હોય છે. છતાં બિહારના પટનાની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક ચર્ચિત મોડેલ મોના રાય ઉર્ફે અનીતા દેવીની તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે પોતાની દીકરી સાથે દુર્ગા પૂજા કરીને પાછા આવી રહ્યા હતાં.

આ ઘટના પટનાના રાજીવ નગર વિસ્તારના રામનગરી મોડમાં મંગળવાર રાતે થઈ હતી. અહીં કેટલાક શખ્સો બાઇક પર આવ્યા અને મોડેલ મોના રાયને પાછળથી તેમની દીકરીની સામે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં. પ્રાથમિક તપાસમાં આ ઘટના લવ અફેર હોવાનું લાગી રહ્યું છે.

આ ઘટના પછી તે વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ હાઇપ્રોફાઇલ ગોળીકાંડની પાછળ એક બિલ્ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે પોલીસ દરેકની પૂછપરછ કરી રહી છે. પરિજનો મોડેલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા છે. ગોળી મોડેલની કમરમાં ફસાઈ ગઈ છે. અત્યારે ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. જોકે, તેમની હાલત અત્યારે ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે, મોના મંગળવારે રાતે 12 વાગ્યાની આસપાસ તેમની 12 વર્ષની દીકરી સાથે દુર્ગા દર્શન કરીને પાછી પોતાના ઘરે આવી રહી હતી. તે દીકરીને અંદર મોકલ્યા પછી પોતાની સ્કૂટી પાર્કિંગ કરી રહી હતી. આ દરમિયાન એક બાઇકમાં બે યુવક આવ્યા અને તેને કમરમાં ગોળી મારીને ત્યાંથી ભાગી ગયા હતાં. બૂમનો અવાજ સાંભળી સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતાં.

આ મામલે તપાસ કરી રહેલાં રાજીવનગરના ઇન્સ્પેક્ટર સરોજ કુમારે પ્રેમ-પ્રસંગમાં મહિલા પર ફાયરિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે આસપાસના દરેક સીસીટીવી કેમેરાની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે.